ગુજરાતી વાર્તા : ચતુર માજી

Shayar
0

 એક ગામમાં એક ઘરડા માજી એકલાં રહેતાં હતાંએમને સંતાનમાં એક માત્ર દીકરી હતી જે પરણેલી હતી અને પાસેના ગામમાં રહેતી હતીએક દિવસ માજીએ એની દીકરીને મળવા જવાનું નક્કી કર્યું.


એ ગામમાં જવા માટે એક જંગલમાંથી પસાર થવું પડતું હતુંમાજી જંગલમાંથી જઈ રહ્યાં હતાં ત્યારે એક સિંહ આવ્યો અને માજી ને કહેવા લાગ્યો કે એ ઘણો જ ભૂખ્યો છે એટલે તેને ખાઈ જશેમાજી ઘણા ચતુર હતાતેમણે સિંહને મૂરખ બનાવવાનો રસ્તો વિચાર્યોમાજીએ સિંહને કહ્યું:

"હું તો ઘણી ઘરડી છુંઘણી દૂબળી-પાતળી છુંતું મને ખાઇશ તો તને શું મળશેપહેલાં મને મારી દીકરીને ઘરે જવાદેસારું સારું ખાવા દેતાજી તંદુરસ્ત થવા દેપછી મને ખાજે".

સિંહે વિચાર્યું કે માજીની વાત સાચી છેઆવા દૂબળા-પાતળા માજીને અત્યારે ખાશે તો એને કશું નહિ મળેમાત્ર હાડકાં જ ખાવા મળશેએના બદલે માજી દીકરીને ઘરે જઈ આવે પછી ખાય તો એને થોડાં લોહી-માંસ પણ મળશેઆમ વિચારીને સિંહે માજીને જવા દીધા.

રસ્તામાં માજીને વાઘ અને રીંછ પણ મળ્યાએમણે આ જ યુક્તિ વાપરીને બંનેને મૂરખ બનાવ્યા.

દીકરીને ઘરે થોડા દિવસ રહ્યા પછી માજીએ પોતાના ઘરે પાછા ફરવાનું વિચાર્યુંમાજી જાણતાં હતાં કે એમને સિંહવાઘ અને રીંછ મળશે અને મારી નાખશેએમણે એક યુક્તિ વાપરીને મોટી ગોળ કોઠી બનાવી. માજી કોઠીમાં બેસી ગયા અને કોઠીને અંદરથી ગબડાવતા ગબડાવતા જવા લાગ્યા.

જંગલમાં સિંહે આ ગબડતી કોઠી જોઈસિંહે કોઠીને પુછ્યું:

"તેં પેલા માજીને જોયા છે જે એની દીકરીને ગામ ગયા છે?".

ચતુર માજીએ  અવાજ બદલીને કોઠીની અંદરથી જવાબ આપ્યો:

"કઈ માજીકયું ગામચાલ કોઠી આપણે ગામ...".

આમ કહીને એમણે કોઠીને અંદરથી ધક્કો મારીને ગબડાવવા માંડીસિંહ આવી પોતાની મેળે જ ગબડતી કોઠી જોઇને ગભરાઈ ગયો અને રસ્તામાંથી ખસી ગયોઆવી જ રીતે વાઘ અને રીંછ પણ ગભરાઈને ભાગી ગયા.

ચતુર માજી સહી-સલામત પોતાને ઘરે પહોંચી ગયા.

Tags:

Post a Comment

0Comments

Post a Comment (0)