ગુજરાતી વાર્તા : ટાઢું ટબુકડું

Shayar
0


 

એક ગામમાં એક માજી એકલાં રહેતાં હતાંગામ જંગલની નજીક હતુંજંગલમાં સિંહવાઘ જેવા જંગલી પ્રાણીઓ રહેતા હતા.


એક દિવસ ત્યાં ભારે વરસાદ પડ્યોનદીમાં પૂર આવી ગયુંપૂરનું પાણી જંગલમાં આવી ગયું એટલે કેટલાક જંગલી પ્રાણીઓ ગામમાં દોડી આવ્યાએક વાઘ માજીના ઘર પાસે આવી ગયોવાઘ ભૂખ્યો હતો એટલે માજીને બીક લાગીકે તે એમને મારશે તોમાજી ગાવા લાગ્યાં:

"હું તો સિંહડાથી ન બીવુંવાઘડાથી ન બીવુંપણ ટાઢા ટબુકડાથી બીવું".

આ સાંભળીને વાઘ અચંબામાં પડી ગયોઆ કેવું કે માજીને કોઈ જંગલી પ્રાણીની બીક નથી લાગતી પણ એક ટાઢા ટબુકડાની બીક લાગે છેએણે ટાઢા ટબુકડાને મળવાનું નક્કી કર્યું અને એ માજીના ઘરે ગયોવાઘ માજીના ઘરની બહાર ઊભો રહ્યો.

માજીના ઘરનું છાપરું નળિયાનું બનેલું હતુંવરસાદનું પાણી નળિયા પરથી ટપકતું હતુંવરસાદ રહી ગયો હતો એટલે પાણી ટીપે ટીપે ટપકતું હતુંઠંડીને લીધે ટીપું ખુબ જ ઠંડુ અને ધ્રુજાવી દે એવું હતુંમાજી આ ઠંડા ટીપાંને ટાઢું ટબુકડું કહેતાં હતાંવાઘ પર ટીપું પડ્યું ત્યારે એ ઠંડીથી ધ્રુજી ગયોઠંડુ પાણી ટીપે ટીપે પડતું હતું એટલે વાઘ એના ઠંડાધ્રુજાવી દે એવા મારથી ગભરાઈ ગયોવાઘ માજીના ઘર પાસેથી ભાગી ગયો.

આમ ટાઢા ટબુકડાએ માજીને બચાવી લીધાં!

આ પણ વાંચો : ચતુર વેપારીઓ

Post a Comment

0Comments

Post a Comment (0)