કોઈની લાગણી વહેશે ઝરણું બની, તો તણાશું અમે તેમાં તરણું બની.
કોઈ તોફાન થઈ જો ધસી આવશે, તો હંફાવશું તેને હિમાલય બની.
લોકોને સાથે રાખ્યા વિના કંદી લોકહિત ન સધાય.
પ્રત્યેક નવું પ્રભાત કંઈક ને કંઈક નવી પ્રગતિની શક્યતા લઈને આવે છે,
પ્રગતિનો કોઈ અંત હોતો નથી. -શ્રી માતાજી
લાંબા પ્રવાસનો પ્રારંભ નાના પગલાથી જ થાય છે. -ચીની કહેવત
જેવી રીતે નાના દીપકનો પ્રકાશ દૂર સુધી પ્રસરે છે, તેવી રીતે જ આ બુરી દુનિયામાં ભલાઈ દૂર સુધી ચમકે છે. -સાઈરસ
ગરીબી ખાનદાનીને દબાવી શકતી નથી. -કાકા કાલેલકર
ચાલો, ઊભા થાવ, દુઃખદ ભૂતકાળને ભૂલી જાઓ અને વર્તમાનને સુખી કરવા કામે લાગી જાઓ.
અનુભવ એ જીવનપંથના ખાડા-ટેકરા બતાવતો, માનવને સાચે રાહે લઈ જતો દીવો છે.
એક સારો વિચાર અનેક ખોટા વિચારોને દૂર કરી શકે છે.
જ્ઞાન સરીખું ધન નહિં, સમતા સમું નહિં સુખ, જીવવા સમી આશા નહિં, લોભ સમું નહિં દુઃખ.
નાસીપાસ ન થાઓ, ઘણીવાર ઝૂડામાંથી છેલ્લી ચાવી જ તાળું ખોલી આપે છે.! -ટોરીવેક
ઉદાર માણસનો વૈભવ ગામની વચ્ચેવચ ઉગેલા અને ફૂલથી લદાયેલા વૃક્ષ જેવો છે. -તિરૂવલ્લુવર
પ્રકૃતિ જ્યારે મુશ્કેલીઓ વધારે છે ત્યારે બુધ્ધિ અને બળને પણ વધારે છે. -એમર્સન
વિચાર અને વિચારકનું એક થવું તે ધ્યાન -પતંજલી
એક મોટી તક આવી પહોંચે એની રાહ જોઈને બેસી રહેવાને બદલે નાની - નાની તકોને ઝડપી લેવાથી આપણે મુકામે ઝટ પહોંચીએ છીએ -હમુ એલન
સત્ય સિવાય કશાનું અસ્તિત્વ નથી અને એટલે બુધ્ધિશાળીઓ સત્યના અસ્તિત્વ માટે વિવાદ કરતા નથી. -ભગવાન બુદ્ધ
બીજાઓની આપણે જે સેવા કરીએ છીએ તે ખરેખરતો આ પૃથ્વી પરના આપણા વસવાટનું ભાડું છે. -વિલફ્રેડ ગ્રેનફેલ
અનુભવ એ માણસે પોતે કરેલી ભૂલોને આપેલું નામ છે.-ઓસ્કર વાઈલ્ડ
ઈશ્ચર, ગુરૂ અને આત્મા એ પર્યાયવાચી શબ્દો છે. -રમણ મહર્ષિ
જયાં લગી માનવ પ્રયત્ન કરતો રહેશે, ત્યાં લગી તો ભૂલો પણ કરતો રહેશે. -ગેટે
શરીર જળથી પવિત્ર થાય છે, મન સત્ય થી, આત્મા ધર્મથી અને બુદ્ધિ જ્ઞાનથી -મનુ
સદગુરૂના વચનોમાં વિશ્વાસ અમરત્વનાં દ્વાર ખોલવા માટેની મુખ્ય ચાવી છે.
જીવન આરસી જેવું છે, તેના તરફ મલકો તો મોહક લાગે, તેની સામે ઘૂરકો તો તે બેડોળ બને. -એડવિંગ ફોલીપ
આ પણ વાંચો : મહાન વ્યક્તિઓના જીવનઉપયોગી વાક્યો પાર્ટ ૧( Mahan Vyaktiona Jivan Upyogi Vakyo part 1)
દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તેવું લક્ષમાં રાખજે.
દુનિયા એ તો પુલ છે, તેની ઉપર થઈને ચાલ્યા જાઓ, પણ ત્યાં ઘર ના બાંધતા. -ઈસુ ખ્રિસ્ત
જગતમાં કોઈ વ્યક્તિ જન્મ પામતી નથી કે જેને માટે કોઈ કામ નિર્માણ ન થયું હોય! -લોવેલ
જુઠને પાંખ હોય છે પણ પગ હોતા નથી. -ડૉ.જાકીર હુસૈન
ઉરતિનો બીજમંત્ર સેવા અને પ્રેમ છે. -સ્વામી રામતીર્થ
જે લોકો તમારી પ્રસંશા કરે છે એમની વાતો એક કાને સાંભળો અને જે લોકો તમારી ટીકા કરે છે એમની વાતો બજ્ઞે કાને સાંભળો. -આન્દ્રે જિદ
હિંમતને ક્યારેય હથિયારની જરૂર નથી હોતી. -ટોનસ કુલર
કોઈ પણ રાષ્ટ્ર ધર્મ વિના વાસ્તવિક પ્રગતિ ન કરી શકે. -ગાંધીજી
હું સુખી છું એનું કારણ એ છે કે મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી. -આઈનસ્ટાઈન
બે મિત્રો માટે સોયના નાકા જેટલી જગ્યા પણ નાની નથી, જયારે બે દુશ્મનો માટે વિશાળ દુનિયા પણ નાની છે. - ઈબ્ન ગેબીરોલ
સંઘર્ષ વગર જીવન નીરસ બને છે - વિનોબા ભાવે
માંગવાનું કહે છે તો માગી લઉ છું, ઓ પ્રભુ! દઈ દે મન એવું કે માંગે એ કશુંય નહિ. -વિપીન પરીખ
ડાહ્યા માણસને મૂંઝવણ નથી હોતી, સદાચારીને ચિંતા નથી હોતી અને હિંમત બાજને ભય નથી હોતો. -કોન્ફ્યુશિયન
ટીકાએ કીર્તિની કમાણી ઉપરનો સામાજિક કર (વેરો) છે. -સ્વીફ્ટ
સુખ અને દુઃખ બશ્ને વીતી જશે, ગભરાઓ. નહિં.-પૂ. લીલાશાહજી બાપુ
સદ્ગુરૂથી વિશેષ ત્રણેય લોકમાં બીજું કોઈ નથી -પૂ. આશામજી બાપુ
સંકટ એ સિદ્ધાંતની કસોટી છે , તેના વિના માનવીને શી રીતે ખબર પડે કે પોતે પ્રમાણિક છે કે નહિ? -હેનરી ફિલ્ડીંગ
હું એવી આશાથી ડહાપણ કે જ્ઞાનની શોધ નથી કરતો કે હું તેને સંપૂર્ણ પ્રાપ્ત કરી લઉં, હું તો એ હેતુથી ડહાપણની શોધ કરું છું કે હું મૂર્ખ ન બનું -એરિસ્ટોટલ
મનુષ્ય જ પરમાત્માનું સર્વોચ્ચ મંદિર છે. - સ્વામી વિવેકાનંદ
જે ઈશ્વરને પોતાની પાસે સમજે છે તે કંદી હારતો નથી. -ગાંધીજી
માનવીને પંખીની જેમ આકાશમાં ઉડતાં આવડે છે, માછલીની જેમ પાણીમાં તરતાંય આવડે છે પણ ધરતી ઉપર જીવતાં એને આવડતું નથી! - બટન્ડિ રસેલ
પ્રભુ એવી આશા સેવે છે કે પ્રેમનું મંદિર બનાવવામાં આવે, પરંતુ માનવી તો પથ્થરનું જ બનાવે છે! - રવીન્દ્રનાથ ટાગોર
મિત્રના ઘરનો માર્ગ ક્યારેય લાંબો નથી હોતો - કામુ
સૌદર્ય હ્દય ઉપર પ્રભાવ પાડે છે, જ્યારે સદ્ગુણો તો આત્માને જીતી લે છે.! -પોપ
ભગવાન આપણને સ્મૃતિ એટલા માટે આપે છે કે જેથી પાનખરમાં પણ આપણે ગુલાબોને માણીએ - જોસેફ એડિસન
સત્યપુરૂષ પ્રત્યે પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. -પૂ. આશારામજી બાપુ
યુવાન વયમાં જ્ઞાનનો છોડ નહિ વાવો તો ઘડપણમાં એની છાયા મળશે નહિ.
શ્રધ્ધા એ મોટામાં મોટુ બળ છે, પરિશ્રમનું વૃક્ષ ત્યારેજ ફળ આપે છે, જ્યારે એમાં શ્રધ્ધાનું જળ સિંચાય છે.
પ્રતિભા એટલે પરાજયને વિજયમાં ફેરવનાર આત્માની ચમત્કારિક શક્તિ.
અહિસા એ પ્રેમની પરાકાષ્ઠા છે.
ઘરમાં બધું જ હોય પરંતુ સંપ ન હોય તો એ ઘર બારી- બારણા વિનાનાં ખંડિયાર જેવું છે.
જિંદગી એ દોડની રેસ નથી એતો આ ગામથી પેલે ગામ પહોંચવાની લાંબી પદયાત્રા છે.
કૂવો નાનો છતાં પાણી મીઠું દે સર્વનેય તે, તેથી સૌ ભજે તેને નહિ ખારા સમુદ્ર ને.
ચારિત્રનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે. -ગાંધીજી
પ્રસરતા બધાજ ગુણોની માતા છે.
ઊંચા શિખરની ટોચ પર જે મહામાનવ પહોંચ્યો છે તેઓ કઈ એક જ છલાંગે પહોંચ્યા નથી, વાત એટલી જ છે જયારે મીઠી નિદ્રાની સોડ તાણી આપણે સુતા” તા ત્યારે રાત્રિના અંધકારમાં હાંફતા હાંફતા તેઓ ઉપર ચડે જતા'તા.
જો જો કદી નિરાશાના શરણે ન જશો, ના કદીએ નહિં, ભલે આજ બધે અંધકાર ભાસે, પણ આ અંધકાર લુપ્ત થઈ જવાનો છે, ને ફરી સૂર્ય પ્રકાશવાનો છે.
તું જો એમ માનતો હોય કે પ્રભુ આવશે, તે તારુ કામ કરશે. તો ત્યાં તું ભૂલે છે, હા એટલું ખરું કે પ્રભુ આવશે જરૂર ને તને કામ કરતો જોશે તો એ પોતે તારુ કામ કરવા, તારી સાથે બેસી જશે.
સદ્દગુરૂની કૃપા વડે જ સમજણમાં સ્થિરતા આવે છે. -૫.પૂ. આશારામજી બાપુ
લોકો બેસી રહેતા નથી પરંતુ એવા સંજોગો તેઓ જાતે જ ઊભા કરે છે એક વાત ચોક્કસ છે, એ લોકો પોતાની પરિસ્થિતિ માટે કદી સંજોગોનો વાંક કાઢતા નથી.
નસીબ એમને શરણે જાય છે, જે નસીબનો સામનો કરે છે.
તારા જીવનને કઈક બનાવજે, જો આ જીવનને આપણે અથપૂર્ણ બનાવવામાં શિષ્ફળ જઈશું, તો આપણું જીવન ખરેખર નિરર્થક બની જશે.
આધિ, વ્યાધી અને ઉપાધી આ ત્રણે માટે રામ નામ રામબાણ ઈલાજ છે.
જો જે જીવનમાં પાછળ નહીં, સદાય આગળ રહેવાનું વિચારજો.
જરા થોભો! ધીરજ રાખ, સૂરજનાં અજવાળાં હવે આપણી બાજુ આવી રહ્યાં છે.
વૃક્ષોની ઘટા ખીલી છે. લીલીછમ હરિયાળી ચારેબાજુ છવાઈ છે, પણ હા મારે તો હજુ યોજનાનો પંથ કાપવાનો છે, ને અનંતની વાટે નીકળતા પહેલાં મારે પ્રભુને આપેલ વચન નિભાવવાનાં છે.
સત્સંગ એ માનવ દુઃખોને નાશ કરવાનું ઉત્તમ ઔષધ છે. -૫.પૂ.આશારામજી બાપુ
નામને કોઈનો ડર નથી, કોઈ વાતનો ભય નથી, સિવાય કે મારા પ્રભુનો.
દરેક જીવનના સ્વપ્નો હોય છે, પણ બહું થોડા એ સ્વપ્રો આંબવા મંડ્યા છે.
દન્યવી વસ્તુઓમાં સુખની શોધ વ્યર્થ છે. -સ્વામી રામતીર્થ
તારે તારી જાત પર વિશ્વાસ મૂકવો પડશે, મારા જીવનનું આ એક માત્ર રહસ્ય છે, ને ઢા, એ જ રહસ્ય તારું છે. તારું ને તારી સફળતાનું.
આ આપણું જીવન ચડતી ને પડતી સફળતા અને નિષ્ફળતાના સતત બદલાતાં રંગોથી ભરેલું છે. ચાલને આપણે આપણા પ્રભુમાં દઢ વિશ્વાસ રાખી આ જીવન જીવી લઈએ.
મૌન પાળવાથી આંતરિક શક્તિઓનો વિકાસ થાય છે. -ગાંધીજી
આપણા પ્રભુએ આપણા સૌમાં એક વિશાળ શક્તિ ભરી છે. જ્યારે એ સુષુપ્ત શક્તિ જાગશે ત્યારે આપણે પણ કઈક અદ્ભુત કરી શકીશું.
હે મારા પ્રભુ ! હે કૃપાના સાગર ! મારું કામ પાર પાડવા, મને તારુ બળ આપજે.
તે તારાથી બનતું બધું કરી લીધું? હવે રાહ જો, એ જરૂર આવશે.
જો કોઈ તારી આંખ છીનવી લે તો તુય તેની આંખ છીનવી લે. જો આપણે બધા આમ જીવવા માંડશું તો કદાચ આપણે બધાયે સુરદાસ બની જઈશું.
અંધવિશ્વાસ દુર્બળ મનનો મજહબ છે.
રાત્રી ના અંધકાર બાદ ઉષાનાં અજવાળાં થાય છે, શિયાળાના ઠંડા પવન પછી વસંતના વાયરા વાય છે. કપરો સમય સદાય રહેતો નથી પણ મનનો ખડતલ માનવી સદાય ટકી રહે છે.
સત્યને કહેવામાં ખચકાટ અનુભવવો એ જ નર્યો અસત્ય છે.
ફૂલોની ખૂશ્બુ તો માત્ર પવનની દિશામાં પ્રસરે છે. જયારે માનવીના ગુણોની સુવાસ તો ચોતરફ ફેલાય છે.
અશ્ધ્ધા કાયરતાનો નિચોડ છે. શ્રધ્ધા સાહસનું નવનીત છે. -૫.પૂ.આશારામજી બાપુ
ધર્મ વિનાના જીવનનું કંઈજ મૂલ્ય નથી.
જો તમે રસ્તે જતાંજતાં બીજા માણસોને ધ્યાનથી સાંભળ્યા કરશો તો તમે કદી તમારા ઈશ્વર સ્થાને પહોંચી નહિ શકો.
દુર્જનના મનમાં એક વાત, વાણીમાં બીજી અને કર્મમાં ત્રીજી વાત હોય છે. પરંતુ સજજન મન વચન અને કર્મથી એકજ વાત કરે છે. -વિષ્ણુ પુરાણ
નદીના પ્રવાહમાં તમે બે વખત નાહી નહી શકો, સમયનો પ્રવાહ પણ એવો જ છે. વહી ગયો તે વહી ગયો. -હીરેક્લીટસ
પવન વાતો અટકે પછી વાવેતર કરશું એવા વિચારમાં જે બેસી રહે છે અને વાવેતર કરતો નથી, આકાશ સામે બેસીને જે વાદળો જોયા કરે છે. તેને લણવાનો સમય ક્યારેય મળતો નથી.
ધરતી શું છે ? એને કુવાના પાણી પરથી જાણો અને માનવ શું છે ? એને એની આંખ પરથી જાણો. -લાઓત્સે તુંગ
આ પણ વાંચો : વ્યસન મુક્તિ સુત્રો (Vyasan Mukti Sutro)
આપણે દરેકના દુઃખોના પોટલાનો ઢગલો કરવામાં આવે અને પછી તે સરખે ભાગે વહેંચી લેવાનું આવે તો મોટા ભાગના લોકો પોતાનું જ પોટલું જ ઉપાડી ચાલતા થાય. -સોક્રેટીસ
અસત્યની ઉંમર હંમેશાં ટૂંકી જ હોય છે. -સોફોક્લિસ
સુવર્ણની ડસોટી અગ્નિમાં અને મનુષ્યની કસોટી દુઃખમાં થાય છે. -સિરાય
અગર તમારો વિશ્વાસ પાકો છે, અગર તમારી શ્રધ્ધા પૂર્ણ છે. તો પર્વત પણ તમારી આજ્ઞા માનવા માટે તૈયાર થાય છે. -સ્વામી વિવેકાનંદ
નમ્રતા જે ભક્તમાં હોય તેને માટે જ્ઞાન ગ્રહણ કરવું અઘરું નથી હોતું -રામકૃષ્ણ પરમહંસ
એકઠી થઈ ગયેલી સાકર રેતીમાંથી કીડી ફક્ત સાકરને જ ખાય છે અને રેતી ને છોડી દે છે. આ સંસારમાં ભલાઈ પણ છે અને બુરાઈ પણ છે.
સજજન વ્યક્તિ ફક્ત ભલાઈ જ ગ્રહણ કરે છે અને બુરાઈની પ્રેક્ષા કરે છે. -રામકૃષ્ણ પરમહંસ
કલાનું સૌથી મોટું કામ આપણી સામે સભ્ય માણસનું ચિત્ર રજૂ કરવાનું છે. -રસ્કિન
સોંદર્યતો જોનારની આંખોમાં સમાયેલું હોય છે. -રોમા રોલા
હું સુખી છું એનું કારણ એ છે કે મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી. -આલ્બર્ટ આઈન સ્ટાઈન
આશાએ ફલ વિના મધ બનાવનારી મધમાખી છે. -ઈંગરસોલ
દુનિયા ઉપર ત્રણ બાબતોના રાજ્ય ચાલી શકે : ડહાપણ, સત્તા અને દમામ. વિચારવંત લોકો માટે ડહાપણ, તોફાની લોકો માટે સત્તા અને બાકીના ઉપર ચોટિયા લોકોના મોટા સમુદાય માટે દમામ, કારણ કે તેઓ કોઈ પણ વસ્તુની બહારની બાજુ જ જોઈ શકે છે. -ફેનલ
આશા અને શ્રધ્ધા સાથે કામકાજે વળગી રહેનારને થોડીયે વહેલી સુંદર તક આવી જ મળે છે. -લોર્ડ સ્ટેનલી
સફળતા આપણા હાથમાં નથી પણ મહેનત આપણા હાથમાં છે. -લિંકન
જો તારે ડાહ્યા થવું હોય તો તારી જીભને કાબુમાં રાખવા જેટલો ડાહ્યો થા ! -લેવેટર
ઉત્સાહ વિના જીવનનો વિકાસ શક્ય નથી. -વુહો વિલ્સન
એવ્યક્તિ પરમ સુખી છે. જેનામાં સદબુદ્ધિ છે અને જેની પાસે વિવેકનો વાસ છે. -સોક્રેટીસ
જે બીજાને દુઃખ નથી દેતો તથા બધાનું ભલું ઈચ્છે છે. તે અત્યંત સુખી રહે છે. -મનુસ્મૃતિ
ભલાઈ માનવ જાતિની સેવા માટે જ છે. -મૂસર્ગસ્કી
શાંતિથી કોધને, નમ્રતાથી માનને, સરળતાથી માયાને તેમજ સંતોષથી લોભને જીતવો જોઈએ. - મહાવીર
જ્યારે તમારા જીવનમાં તક સાંપડે ત્યારે તેને ઝડપી લેવા તૈયાર રહો, એ. જ સફળતાની ચાવી છે. -ડિઝરાયલી
ઘણીવાર નાની તક એ મોટા સાહસની શરૂઆત બને છે. -ડેમોસ્થેનિસ
કોઈ કેસમાં સામ સામે લડતા વકીલો કાતરનાં સામ સામેનાં બે પાનાં જેવા છે. તેઓ પોતાની વચ્ચે આવેલી વસ્તુને કાપી નાખે છે, પણ એક બીજાને જરાય નહી. -ડેનિયલ વેલ્સ્ટર
કોઈ પણ રાજય તો જ સમુદ્ર થાય, જો તે નૈતિક ચારિત્રના પાયા ઉપર ખડું કરવામાં આવ્યું હોય. ચારિત્ર જ તેની તાકાતનું મુખ્ય ઘટક તથા તેના કાયમી પણાની અને સમુદ્રની એક માત્ર ગેરંટીરૂપ હોઈ શકે. -જેક્યુરી
વિચાર અને વર્તનમાં શુદ્ધ રહી અન્યની સેવા કરવામાં આનંદ મળે તે સ્વચ્છ પ્રકારનો આનંદ છે. -ટોલસ્ટોય
સુભાષિતો કેવળ વાણીના શણગાર તરીકે કે મનોરંજન તરીકે જ ઉપયોગી નથી, તેઓ તો વ્યાવહારિક અને ગાંઠોની વાણીના ધારદાર સાધનથી કાપી નાખે છે કે વીંધી આપે છે અને તમને આગળ ધપવાનો માર્ગ ખુલ્લો કરી દે છે. - બેકન
જ્યાં સ્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે. -સ્મૃતિ
સ્રી પુરૂષની અર્ધાગના છે, તેનો સૌથી મોટો મિત્ર છે, ધર્મ, અર્થ અને કામનું મૂળ છે, જે તેનું અપમાન કરે છે. તેનો નાશ થાય છે. -મહાભારત
જે ઘરમાં સુલક્ષિણી અને સદગુણી સ્્રીનો વાસ હોય છે, ત્યાં દેવતાઓ વાસ કરીને શુભાષિશો પાઠવે છે. -મદન મોહન માલવિયા
શબ્દ જ્યાં સુધી બોલાયો ન હોય ત્યાં સુધી તે મ્યાનમાં રહેલી તલવાર જેવો છે. એક વખત તે બહાર નીકળ્યો, એટલે તમારી તલવાર જાણે બીજાના હાથમાં ગઈ. -કાર્લ
ઈશ્વર વિપત્તિ દ્વારા પોતાનાં જેવાં માણસોને તાવીને વધુ સારાં બનાવે છે. -કાઉડ્રી
બીજાને દુઃખી ન કરનારું સત્યપ્રિય અને હિત વાક્ય કહેવું અને આત્માને ઉન્નત કરનારા ગ્રંથોનો સ્વાધ્યાય કરવો એ વાણીનું તપ છે. -ગીતા
સાચા સુધારાનું, સાચી સભ્યતાનું લક્ષણ પરિગ્રહ વધારતી નથી. બલ્કે વિચાર તથા ઈચ્છા પૂર્વક તેને ઘટાડવું એ જ તેનું લક્ષણ છે. -ગાંધીજી
સન્યાસી એક દિવસનો સંગ્રહ કરે છે, ગૃહસ્થ ત્રણ દિવસનો, તમારી પાસે જો ત્રણ દિવસનો ખોરાક હોય તો તમે જરા પણ ફિકર કરો નહિ. -બ્રહ્મ ચૈતન્ય
દર વર્ષે માત્ર એક બુરી આદતને જડમૂળથી ઉખેડીને ફેંકી દેવામાં આવે તો પણ અમૂક સમયમાં ખરાબમાં ખરાબ માણસ એક સારો ભલો માણસ બની શકે છે. -બૅન્જામિન ફ્રૅકલિન
તમારા હાથમાં રહેલા ફૂલમાંથી ગજરો બનાવવાની કલા એટલે સુખ -આચાર્ય રજનીશ
આગની પાસે જે જાય તેને આગ બાળે છે પણ ક્રોધાગ્નિ તો આખા કુટુંબને બાળી મૂકે છે. -તિરૂવલ્લુવર
દયાથી છલોછલ ભરેલું દિલ જ સૌથી ઊંચી દોલત છે. કારણ દુન્વયી દોલત તો હલકા માણસો પાસે પણ હોય છે. -તિરૂવલ્લુવર
દગાબાજી અને છેતરપીંડીથી ધન ભેગું કરવું એ કાચા ઘડામાં પાણી ભરી રાખવા જેવું છે. - તિરૂવલ્લુવર
ભાગ્ય તો હિંમતવાળા પાસે જ જાય છે. -હાઈડન
ઓપ બધાને છે પણ નજર તો થોડાક પાસેજ હોય છે. -મૈકિયા વેલી
જેને મોંહ નથી તેનું દુઃખ ગયું જેનામાંથી મોહ ગયો તેની તૃષ્ણા મટી ગઈ, જે નિષ્કંચન છે તેનો લોભ ગયો. -ભગવાન મહાવીર
સંયમીને વનવાસની શી જરૂર છે ? અને અસંયમીને વનવાસથી શો લાભ ? સંયમી ગમે ત્યાં રહે તેના માટે તો તે જ વન છે અને તે જ આશ્રમ છે. -ભાગવત
દુષ્ટ પંડિત હોય છતાં એ ત્યજવા યોગ્ય છે. શું મણિયુક્ત નાગ ઝેરી અને ભયંકર નથી હોતો ? - ભર્તુહરિ
આ પણ વાંચો : ગુજરાતી ધાર્મિક સુવિચાર (Dharmik Suvichar In Gujarati)
જીવન એ બધી કલાઓમાં શ્રેઠ છે. જે સાચી રીતે જીવી જાણે તે સાચો કલાકાર છે. -ગાંધીજી
એક સારો વિચાર અનેક ખોટા વિચારોને દૂર કરી શકે છે. -કોલ્ટન
નિશ્ચિત ધ્યેય એ સફળતાનું પહેલું પગથિયું છે. -ક્લેમંટ સ્ટોન
ક્રોધમાં માણસનું મોઢું ઉઘાડું અને આખો બંધ રહે છે. -કૈટી
ઉત્તમ વ્યક્તિ ચરિત્રમાં ચુસ્ત અને શબ્દોમાં સુસ્ત હોય છે.-કોન્ફ્યુશિયન
ક્રોધ ઉપર પ્રેમથી, પાપ પર પુણ્યથી, લોભ પર દાનથી અને જૂઠ પર સત્યથી વિજય મેળવો. -બુદ્ધ
પાપ પરિપક્વ નથી થતાં ત્યાં સુધી મીઠાં લાગે છે પણ પાકવા માંડે છે ત્યારે બહું દુઃખ દે છે. -બુદ્ધ
શસ્નુ દ્વારા થતી પ્રસંશા ઉત્તમ કીર્તિ છે. -ટોમસ સૂર
શાસ્રોમાં સર્વનું ઓસડ કહ્યું છે પણ મૂર્ખતાનું ઓસડ નથી. ઉદ્યમીઓ ધૂળમાંથી સોનુ શોધી જાય છે.
કમળમાં નિવાસ કરતી લક્ષ્મી ઉદ્યમી પુરૂષના હાથને પકડે છે. પરિસ્થિતિને બદલનાર પોતાના ભાગ્યને પણ બદલી શકે છે.
વીતી ગયેલા સમયને ગમે તેટલી સંપત્તિથી પણ ખરીદી શકાય નહિ. -ઓસ્કાર વાઈલ્ડ
યુદ્ધ પુરૂ થાય ત્યારે તે પોતાની પાછળ ત્રણ લશ્કરો મૂક્તુ જાય છે : અપંગ માણસોનું લશ્કર, શોક કરનારાઓનું લશ્કર અને ચોર લોકોનું લશ્કર - જર્મન કહેવત
જીભથી કરેલો ઘા તલવારના ઘા કરતાં વધુ કપરો છે કારણ કે તલવારનો ઘા તો શરીરને જ અસર કરે છે પરંતુ જીભનો ઘા તો અંતરાત્માને પણ. -પાયથાગોરસ
ઉત્તમ માણસો બોલવામાં ધીરો હોય છે, પણ કાર્ય કરવામાં ઉતાવળો હોય છે. -કોન્ફ્યુશિયસ
નીતિનું પાલન કરવું, પોતાના મન અને ઈન્દ્રીયોને વશમાં રાખવાં અને પોતાને ઓળખવું એ જ સભ્યતા છે આનાથી વિપરીત જે કઈ છે તે અસભ્યતા છે. -ગાંધીજી
આ મારો દઢ વિશ્વાસ છે કે હિંસા પર કોઈ શાશ્ચત વસ્તુ ઊભી કરી શકાય નહી. -ગાંધીજી
પ્રત્યેક સારી પ્રવૃત્તિ પાંચ તબક્કામાંથી પસાર થાય છે, ઉપેક્ષા, ઉપહાસ, વગોવણી, દમન અને આદર -ગાંધીજી
માણસને સહેલાઈથી મળતી પહેલી સફળતા ઘણીવાર તેની છેલ્લી સફળતા બની જાય છે. -કેનિંગ
આશા એવો તારો છે કે જે રાતે અને દિવસે બન્ને વખતે દેખાય છે. -એસ.જી.મિલ્સ
ઉત્તમ પુરૂષો તકની રાહ જોઈને બેસી નથી રહેતા, પણ તેઓ તેને ઝડપી લે છે, તેને ઘેરી લે છે. તેને માત કરે છે અને તેને પોતાની દાસી બનાવે છે. -ઈ.એચ. ચેપિન
કોઈ એક એવી ઘડિયાળ નહિ બનાવી શકે જે પસાર થયેલા કલાકોને ફરીથી વગાડી દે. - ડિકેન્સ
રારા ડરતાં દોસ્તને વિમા આપવાનું કામ વધુ કપરૂ છે. -ડોરોથી
અનાયાસે પ્રાપ્ત થયેલું ધન, પરિશ્રમ પુરૂષાર્થ વગરનું જીવન અને સાચી ભૂખ વિનાનુ ભોજન ત્રણેય ભલે થોડો આનંદ આપે પણ સરવાળો તો હાનિકર્તા છે. -કોન્ફ્યુશિયસ
માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય માતાના ચરણોમાં છે.
હાસ્ય એ એક દિવ્ય ઔષધ છે. તેનું પ્રત્યેક માનવીએ પ્રસંગોપાત સેવન કરવું જોઈએ. - એલિવર વેન્ડલ હોમ્સ
પોતાની ભૂલનો નિખાલસ સ્વીકાર ઉન્નતિનાં દ્વાર ઉઘાડાં રાખે છે. -અનામી
મેં દુનિયાને ખૂબ પ્રેમ કર્યો છે. દુનિયાએ પણ મને એટલો જ પ્રેમ કર્યો છે. એટલે જ બધાં આંસુ મારી આંખોમાં હતા - ખલિલ જિબ્રાન
જે માણસ દઢ ઈચછા ધરાવે છે. તે જગતને પોતાને અનુકૂળ બનાવે છે. -ગેટે
મનુષ્ય પોતે જ પોતાનો શરુ અને પોતે જ પોતાનો મિત્ર છે. - શ્રીમદ્ ભાગવત ગીતા
બીજા માણસના દિલને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે. તેના જેવો નસીબદાર બીજો કોઈ નથી. -પૂ.મોટા
હે પ્રભુ જ્યારે હું ખોટો હોઉં ત્યારે મને સુધારવાની વૃત્તિ આપજે, અને જ્યારે હું સાચો હોઉં ત્યારે મને વળગી રહેવાની શક્તિ આપજે. -પીટર માર્શલ
શ્રીમંતો અને ગરીબોમાં તફાવત એટલો છે કે શ્રીમંતને જમતી વખતે પરસેવો પડે છે, જયારે ગરીબને રોટલો મેળવતી વખતે પરસેવો પડે છે.તેનું જીવન ધન્ય છે, જેના જન્મવાથી આખા વંશની ઉન્નતિ થાય છે. સાચી હિંમત એ ફક્ત ઊંચે ચડવા માટેનું બલુન જ નથી, પરંતુ નીચે ઉતરવા માટેનું પેરાશુટ પણ છે. -અજ્ઞાત
રાહ જોઈને બેસનારને તડપાવે અને હિંમતપૂર્વક આગળ વધનારને વરમાળા પહેરાવે તેનું નામ તક.
અનુફળ સંજોગોમાં જીવતો માણસ વધુ સુખી છે. દુર્જનની કૃપા બુરી, ભલો સજ્જનનો ત્રાસ, જો સૂરજ ગરમી કરે તો વરસ્યાની આશ.
અહિંસા ક્ષત્રિય ધર્મ છે. મહાવીર ક્ષત્રિય હતા, બુદ્ધ ક્ષત્રિય હતા, રામ કૃષ્ણ વગેરે ક્ષત્રિય હતા એ બધા વધતા ઓછા પ્રમાણમાં અહિંસાના ઉપાસક હતા. -ગાંધીજી
દ્રશ્ય ઈશ્વર શુ છે ? ગરીબની સેવા -ગાંધીજી
જે ભલા જીવનની દાસી છે અને તેનું કામ છે કે જીવનની સેવા કરવી -ગાંધીજી
તીર્થ સ્થાનતો બહું સમય પછી ફળ આપે છે, જ્યારે સજ્જનોની સોબત તરત જ ફળે છે.
જેટલો વખત પરનિંદામાં જાય છે તેટલો વખત પોતાના વિકાસમાં જાય તો મહત્તા ચરણોમાં લોટતી આવે.
સંકટના સમયમાં હિંમત ધારણ કરવી એ અર્ધી લડાઈ જીતવા સમાન છે.
એક માસ ગમગીનીમાં ગાળો એના કરતાં એક કલાક ઉદ્યોગમાં ગાળશો તો ગમગીન થવાનો વખત નહિ આવે. કોધનો સૌથી સારો ઉપાય છે મૌન -ગાંધીજી
મનને પ્રસશ રાખવું, શાંત ભાવ, ઓછું બોલવું, આત્મ સંયમ અને ભાવની પવિત્રતા એ જ મનનું તપ છે. -ગીતા
સત્ય એ એટલી ઉમદા વસ્તુ છે કે, જો ભગવાન એની તરફથી પીઠ ફેરવી શકે તો હું ભગવાનને છોડી દઉ પણ સત્યને વળગી રહું. -જોહાન એકહાર્ટ
જો તમે વિશ્વાસમાં મહાન નથી તો પછી કોઈ પણ કામમાં મહાન નથી. - કો-જેકોલિ
જેના જીવનનું લક્ષ્યબિંદુ નિશ્ચિત ન હોય એને જ સમય પસાર કરવાના સાધન શોધવા પડે છે.
હું તમારુ ભલુ કરું અને તમે મારું ભલુ કરો એ વિવેક, હું તમારુ ભલુ ન કરુ છતાં તમે મારુ ભલુ કરો એ માણસાઈ. હું તમારુ ભલુ કરુ તો નહિ બલ્કે બુરું કરું ને તમે મારું ભલુ કરો એ અહિંસા.
લોકો જો પોતાનું સંરક્ષણ પોતાને જ માથે રાખે તો એ દેશનો કોઈ નાશ ન કરી શકે અને જો તેઓ પોતાનું સંરક્ષણ પોતાના સિવાય બીજાના હાથમાં મૂકે તો તે દેશ ને કોઈ બચાવી ન શકે. - ડેનિયલ વેબસ્ટર
પૈસો સારો સેવક છે પણ ખરાબ માલિક છે. -ડી.બુહુર
સખત પરિશ્રમથી જ સફળતા પ્રાપ્ત થાય છે. વિચાર કરવાથી નહિ -ફ્રેકલીન
ધીરજવાળો માણસ ઈચ્છે તે મેળવી શકે. -ફેકલીન
પહેલાં ગુરૂકુળોમાં શિક્ષકો માટે બાળકો સંપત્તિ હતી. શિક્ષકનો વ્યવસાયએ ધંધો નથી પણ ધર્મ છે. આધુનિક શિક્ષણ સેવાપરાયણ નથી, પરંતુ અર્થપરાયણ છે. શિક્ષણ શિક્ષામય નહીં પણ આનંદમય લાગવું જોઈએ.પહેલાં વિદ્યાર્થી બ્રહ્મચારી, વ્રતધારી, અંતેવાસી, આચાર્યકુળવાસી તરીકે ઓળખાતો.
પહેલાં નીતિમત્તા, રીતભાત, આત્મસંયમ અને સુટેવોના ઘડતર માટે કડક શિસ્ત હતી.
સભ્યતાનું અંદરથી પ્રકાશિત થવું એનું નામ સંસ્કૃતિ. ભારતીય સંસ્કુતિએ વીરથી મહાવીર તરફ જવાની સંસ્કૃતિ છે. જે ફક્ત આપવાનું જાણે અને લેવાનું ન જાણે તેને સંસ્કૃતિ કહેવાય.
નાના નહિ ધિક્કારવા જેવો માણસ એ તો અંતે ચાહવા જેવો.
માનવતાના વિકાસ માટે સાક્ષરતાએ અતિ આવશ્યક ઘટક છે.
શિક્ષકનો વ્યવસાય અનેકોને માટે પ્રેરક અને દિશાસૂચક છે.
શિક્ષકમાં સુઘડતા, સ્વચ્છતા, વ્યવસ્થા કરકસર જેવા ગુણો જરૂરી છે.
શિક્ષક શરીર, મન અને આત્માનું પારસ્પરિક જોડાણ કરે છે.
મિત્રો તમને આ પ્રેરણાત્મક વાક્યો (Inspirational Quotes) લેખ પસંદ આવ્યો હોય તો અન્ય લોકો સાથે શેર અવશ્ય કરવા નમ્ર વિનંતી.
ગુજરાતી કોટ્સ ની મુલાકાત લેવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર.