ગુજરાતી સુવિચાર(Gujarati Suvichar)


નમસ્કાર વાચક મિત્રો. ગુજરાત અને ગુજરાતી અસ્મિતા તથા સાહિત્ય માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. આજે અમે તમારા માટે સાહિત્યની ચોપડીઓ ના પન્નાઓ ઉથલાવી તમારા માટે શબ્દોની ખાણ સમાન ગાગર માં સાગર એવા જીવન માં ઉપયોગી અને સફળ જીવન માં ઉતારવા જેવા નાના - નાના ગુજરાતી સુવિચાર(Gujarati Suvichar) લઈને ઉપસ્થિત થયા છીએ. વાંચતા રહો.

આનંદનું રહસ્ય ત્યાગ છે. -ગાંધીજી
પરિશ્રમથી આનંદ મળે છે. -રસ્કિન
અગ્નિ સોનાને ચકાસે છે, આપત્તિ વિર પુરુષોને ચકાસે છે -સેનેકા
આળસ માનવીનો મહાન શત્નુ છે. -બુધ્ધ
આળસ એ. જીવતા માણસની કબર છે. -ફાઉધર
કાટથી લોખંડ અને આળસથી મનુષ્ય વહેલો કટાઈ જાય છે. -ફ્રેકલીન
આળસુ ખલાસીને કદી અનુકૂળ પવન નથી મળતો .-ઈબ્નેનૂર
ઉત્સાહ એ જીનનું બળ છે. -મોહમ્મદ માંકડ
કીર્તિ વીરતાપૂર્વકના કાર્યોની સુવાસ છે. -સાંક્રેટીસ
ક્રોધ એ નિર્બળ મનની નિશાની છે. -દયાનંદ સરસ્વતી
ક્ષમા સમર્થ માનવીનું આભૂષણ છે. -મહાભારત
ચારિત્ર ગરીબ માણસની થાપણ છે. -સ્વેટ માર્કન
વિચારોમાં પવિત્રતા એ જ સાચી તપસ્યા છે. -શ્રીરામ શમજી
દાન પવિત્ર વસ્તુઓમાં શ્રોષઠ છે. -વેદ વ્યાસ
કોઈને દીન બનાવે તે સાચુ દાન નથી. -વિનોબા ભાવે
દુઃખના ટાંકણા વિના જીવન શિષ્ય ઘડાતું નથી. -નાથાલાલ દત્તાણી
સમજણ વિનાનું શાણપણ, દિશા વિનાની દોટ, લાખોનો કર્યો વેપાર, પણ અંતે મોટી ખોટ
મૂર્ખ મનુષ્યને ઉપદેશ આપવો નહિ.
આદર્શ વિનાનો માણસ, સુકાન વિનાની નાવ જેવો છે.

આ પણ વાંચો : પ્રેરણાત્મક વાક્યો (Inspirational Quotes) 

સત્ય એ સૌથી મોટી સંપત્તિ છે.
સજ્જનતા એ ઉત્કૃઠ્ઠ માનવતા માટેનો બીજો શબ્દ છે.
અસત્ય બોલવું તે પાપ છે, સત્ય પાવું તે મહાપાપ છે. -ચાણક્ય
તકને ગુમાવશો નહિ કારણ કે તે ભાગ્યે જ હાથમાં આવે છે.
નિયમ વિનાનું જીવન એટલે વાડ વિનાનું ખેતર.
જીવન શુદ્ધિ વિના જીવન સિધ્ધિ નથી.
સદ્ભાગ્ય હંમેશાં પરિશ્રમની સાથે જ હોય છે.
કસ્તુરી અને સુખડ પોતાના ટુકડા કરનારને પણ સુગંધ આપે છે.
મુશ્કેલી માનવીનો સૌથી મોટો શિક્ષક છે.
રસ્તો કદી ચાલતો નથી આપણે જ ચાલવું પડે છે.

માતા શબ્દ નથી શબ્દતીર્થ છે, માતા અને મૃગજળ સમજમાં આવતા નથી. મૃગજળ નથી છતાં દેખાય છે, માતા સામે જ હોય છતાં જોવાનું ચુકી જવાય છે.
જે ઉપકાર કરે તે મિત્ર અને અપકાર કરે તે શત્રુ. -માઘ

સંસ્કૃતિ માનવીનું ચારિત્ર ઘડતર કરે છે.
ત્રેવડ ત્રીજો ભાઈ, તો યોગ્ય ખર્ચ તે જોડીયા ભાઈ
જે પરાક્રમ કરે તે વીર, ત્યાગ કરે તે મહાવીર.
કોઈના દુઃખે દુઃખી થવું સહેલું પણ કોઈના સુખે સુખી થવું અઘરુ.
મન હોય તો માળવે જવાય પણ તે માટે પગ ઉપાડવા પડે.
સંબંધના છોડને સંપર્ક નામના જળસિંચનની જરૂર છે.
આશા અમર છે.
ટીપે ટીપે સરોવર ભરાય.
સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.
કર્મની કુશળતા એ. જ યોગ છે.
ત્યાગ અને સંતોષમાં જ સાચુ સુખ સમાયેલુ છે.
વિદ્યાર્થીએ ત્રણ ગુણ-વિનય,વિવેક અને ચારિત્રશીલ અપનાવવા જોઈએ.
વડીલોનું દિલ કોઈ દિવસ ન દુભાવવું.
મૃત્યુ એટલે હિસાબ આપવાનો સમય.
વાણી, વર્તન અને વિચારને શુદ્ધ રાખો.
પવિત્ર મન એ. અમૂલ્ય ધન છે.

આ પણ વાંચો : ગુજરાતી ધાર્મિક સુવિચાર (Dharmik Suvichar In Gujarati) 

ધીરજ અને પુરૂષાર્થ સફળતાના માતા-પિતા છે.
મનને હંમેશાં શાંત રાખો.
પ્રાર્થના નિષ્ફળ જતી જ નથી.
દુઃખમાં જ ધર્મની કસોટી થાય છે.
માનવતા જ મોટો ગ્રંથ છે.
બળ એ જીવન છે નિર્બળતા એ મુત્યું છે.
પારકી આશ સદા નિરાશ
બગીચાના ફુલની જેમ માનવીના મનમાં ઉમદા વિચારો ખીલવા જોઈએ.
રામ કે રહીમ રામાયણ કે કુરાનમાં નહિ, માનવીના આચરણમાં છે.
નિઃસ્વાર્થ પ્રેમ પરાયાને પણ પોતાના કરે છે.
સારા દેખાવા નહિ, સાચા બનવા મથીએ.
ચારિત્ર જ ચિરંજીવ શક્તિ બક્ષે છે.
દુભવિના માનવતાનું કલંક છે.
જ્ઞાન નયન છે વિજ્ઞાન અંજન છે.
ધૈર્ય વડે જ ધર્મ ખીલે.
ત્યાગ અને તપ કદી વ્યર્થ જતાં નથી.
પ્રાથના એ આત્માનો ખોરાક છે.
શાળા એ સંસ્કારોનું સરોવર છે.
અસત્ય પોતાના મોતે મરે છે.
પવિત્ર મન એ. અમૂલ્ય ધન છે.
વ્યસન માત્ર રાવણ છે, જે તંદુરસ્તીની સીતાનું હરણ કરે છે.
શ્રમનો મહિમા ભૂલાય ત્યાંથી અધોગતિ શરૂ થાય છે.
માનવતા માટે મરી ફીટે તે મહાત્મા.
આજે “પ્રશિક્ષિત'નહીં સ્વશિક્ષિત'શિક્ષકો- અધ્યાપકોની જરૂર છે.
શિક્ષણ એટલે વાસનાની રિફાઈનરી, તેમાં ગુરુ - શિષ્ય શુધ્ધ બને છે.
બાળકની “પ્રતિભાની પહેચાન” એટલે જ શિક્ષણ.
વિધા-સાધના એટલે પશુતાભણી દોરી જનારી મનોવૃત્તિમાંથી મુકિત.
ભણતર એટલે જ્ઞાનનો વિસ્તાર, હૃદયનો વિસ્તાર, મન-ભાવનાનો વિસ્તાર.
આજનું શિક્ષણ હાજરીપ્રધાન (મસ્ટરરોલ) અને “હોજરી પ્રધાન“ (પગાર) બની ગયું છે.
દર્શન વગરનું શિક્ષણ “પ્રદર્શન'થી વધુ મહત્ત્વ ન જ ધરાવે.
“સ્મરણશકિત'ના બદલે વિદ્યાર્થીમાં સમજણ શકિત'ખીલે તો શિક્ષણ સાર્થક બને.
ધનલોભી સંચાલક, વકીલ , ઈજનેર કે ડોકટર શિક્ષણ માટે “કેન્સર સમાન” છે.
ભણેલો માણસ “હે રામ'ને બદલે “હરામ'ની ભાવના રાખે તો સ્વસ્થ સમાજ જ બને.
ટયુશન ડલાસો શિક્ષકો માટે “કામઘેનુ'બની ગયા છે.
આજે જ્ઞાન અને ચારિત્રિક સજ્જતાવાળા શિક્ષકોની વધુ જરૂર છે.
“ઘડતરલક્ષી'સંસ્થાઓને બદલે “'મળતરલક્ષી' - “રળતરલક્ષીઃ સંસ્થાઓ ભારરૂપ છે.
શીખવે તે શિક્ષણ અને કેળવે તે કેળવણી.

મિત્રો તમને આ ગુજરાતી સુવિચાર(Gujarati Suvichar) નું અદભૂત સંકલન પસંદ આવ્યું હોય તો તમારા મિત્રો અને સંબંધી સાથે અવશ્ય શેર કરવા વિનંતી છે.

અમારા ગુજરાતી કોટ્સ બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ - ખુબ આભાર.

Post a Comment

0 Comments