મહાન વ્યક્તિઓના જીવનઉપયોગી વાક્યો પાર્ટ ૨( Mahan Vyaktiona Jivan Upyogi Vakyo part 2)

Shayar
0

નમસ્કાર મિત્રો. વિશ્વના જુદા જુદા ક્ષેત્રો માં થયેલા મહાન તત્વ ચિંતકો અને વિચારકો એ દરેક વિષયો ઉપર પોતાના વિચારો રજુ કરેલા છે જે અમે જુદા જુદા ગ્રંથો માંથી તમારા માટે મહાન વ્યક્તિઓના જીવનઉપયોગી વાક્યો પાર્ટ ૨( Mahan Vyaktiona Jivan Upyogi Vakyo part 2) સંકલિત કરીને લાવ્યા છીએ. 

ખુશકિસ્મતે જેને છેતરેલ નથી એવા માણસને બદકિસ્મતે કદી કચડી નાંખેલ નથી.
કુનેહ એટલે કોઈને દુશ્મન બનાવ્યા વિના પોતાની વાત સાચી ઠરાવવાની આવડત.

ગઈકાલ આજને વધુ પડતી વાપરી ન નાંખે તેનું ધ્યાન રાખજો.
પોતાની જાત સિવાય બીજા કોઈથી છેતરાવું અશક્ય છે.

પોતાને જે જીવવાનું હોય છે તે જગત દરેક જણે પોતાની અંદર જ લઈને ફરે છે.

દરકારનાં નાનાં - નાનાં ઝરણાં સ્નેહનો પ્રવાહ બની રહે છે.
મનુષ્યજાતને એક મહામોટું દુઃખ કોઈ નવીન વિચારનું દુઃખ હોય છે.

માનવીની પરોપકારીવૃત્તિ, ઘણી ખરી વખત તેના સ્વાર્થનું જ ઊંચામાં ઊંચું સ્વરૂપ હોય છે.
આ પળોનો પ્યાલ રાખજો, યુગ તો એનું કામ સંભાળી લેશે.

પવનને આપણે દિશા આપી શકતા નથી પણ આપણા શઢ તેને અનુકુળ કરી શકીએ છીએ.
પાપનાં ડાળખાં - પાંદડા પર કુહાડો ચલાવનારા હજાર જણ હશે. પણ એનાં મૂળિયાં પર ઘા કરનાર કોઈક જ નીકળશે.

પ્રલોભન સામાન્ય રીતે જ્યાંથી પ્રવેશ કરે છે. તે દ્વારા જાણીબુઝીને ખુલ્લું રાખવામાં આવેલું હોય છે.

આ પણ વાંચો : મહાન વ્યક્તિઓના જીવનઉપયોગી વાક્યો પાર્ટ ૧( Mahan Vyaktiona Jivan Upyogi Vakyo part 1) 

પ્રશંસાને અત્તરની માફક સુંઘવાની હોય, પિવાની નહીં.

હે દયાળુ ! કાં તો મારો બોજ હળવો. કરજે, ને કાં તો બરડો મજબુત બનાવજે.
પ્રેમ ત્યારે કહેવાય જયારે તમારું ને મારું આપણું બની જાય.
સાચા પ્રેમનો આરંભ ત્યાં થાય છે જ્યાં કશા બદલાની અપેક્ષા નથી.
તમારે દિલ પ્રેમથી ભરેલું હશે તો હંમેશા તમારી પાસે કશુંક આપવાનું હશે.
આપણું હૃદય પ્રેમથી ભરેલું હોય ત્યારે સકલ સૃષ્ટિ સુંદરતાથી છવાઈ જાય છે.
આપણે શું છીએ, આપણે શું બનીએ છીએ. તેનો આધાર આપણને કોણ ચાહે છે તેની પર છે.
ભોળપણ એ બાળકની નબળાઈ છે, પણ બાળકનું બળ છે.
ભલમનસાઈને કદી પાછી ન વાળતાં એને આગળ જવા દેજો.
પોતાના મિત્રોનો અવિશ્વાસ કરવો એ તો એમનાથી છેતરાવવા કરતા પણ વધુ શરમજનક છે.
ક્યાંક પહોંચવાનો રસ્તો તમે જયાં હો ત્યાંથી આરંભ કરવાનો છે.
આપણને આપણી જાત ગમતી હશે તો ચોવીસેય કલાક સારી સોબત મળી રહેશે.
રીતભાત એટલે બીજાઓની લાગણીનો સૂક્ષ્મ ખ્યાલ.
તમારા વિચારોને વિસ્તારો અને તમારી દુનિયાને વિશાળ બનાવો.
સાચું શાણપણ દરેક દિવસની મૂલ્યવાન ક્ષણો વીણી લેવામાં રહેલું છે.
મિત્રતાનો સાર છે પૂર્ણ ઉદારતા અને વિશ્વાસ.

ચિંતા એ એક પ્રકારની કાયરતા છે અને તે જીવનને વિષયમય કરી મૂકે છે.
ચિંતાએ આજ સુધી કોઈપણ કાર્યને પૂર્ણ કર્યું નથી.

ભલાઈ એટલે બુરાઈનો અભાવ નહી, પરંતુ બુરાઈ ઉપરનો વિજય.
કર્તવ્યનું પાલન એ જ ચિત્તની શાંતિનો મૂળ મંત્ર છે.
નિષ્ઠાપૂર્વક કામ કરો, નામ તમારી પાછળ દોડતું આવશે.
સદ્દગુણ વિના સૌંદર્ય અભિશાપ છે.
દુઃખ વિનાનું જીવન એ જ મોટામાં મોટું દુઃખ છે.

જે ખેલદિલી છે તે મહાન છે.
છેલ્લા શ્વાસ સુધી સુગંધિત રહે તેનું નામ જિંદગી.

મિથ્યાભિમાન એ મોટામાં મોટો દુર્ગુણ છે.
શિસ્ત વગરનો માનવી લગામ વગરના ઘોડા જેવો છે.

દયા ધર્મ હૈયે વસે બોલે અમૃત વેણ, તેને ઊંચો જાણીએ જેના નીચા નેણ .
લક્ષ ઉપર પહોંચવા માટે જેટલું મહત્ત્વ ઝડપનું છે એથી અનેકગણું મહત્ત્વ સારી દિશાનું છે.

શ્રમ અને શ્રદ્ધા વડે જીવન ખેતરમાં મબલખ પાક ઉતરશે.
પ્રભુએ મને સુખ આપ્યું બીજાને પણ સુખી કરું.

પોતાની આવડતની કળા સન્માર્ગે વપરાય તો જીવન સાર્થક થાય.
તપનું મૂલ્ય પૈસાથી નહી પવિત્રતાથી કરાય. કાંટાથી ભલે કાંટો નીકળે,

હીરાથી ભલે હીરો કપાય પણ વેર તો પ્રેમથી જ શમે.
મહત્ત્વનાં કાર્યો કરનારો માનવી માનપત્ર કે દાનપત્ર સ્વીકારે તો એના કાર્યનું મહત્ત્વ માર્યું જાય.

જેણે ઘણા પૈસા ભેગા કર્યા હોય તેનું નહિ પણ જેણે ઘણાનું ભલુ કર્યું હોય તેનું જીવતર સફળ થયું ગણાય.
પ્રભુને ચાહો છો ? તો પ્રભુના બાળકોને કેમ ધિક્કારાય ?
સારો વિચાર સારા વર્તનથી સાર્થક નીવડે.
જેણે સહેજ પણ ઉપકાર કર્યો હોય એનું અહિત શેં ( કેમ ) કરાય?
જીવન કલાનો કસબી તો સંતાપમાં પણ સુખ માણે.
ભાગ્ય ભણી નહી પુરુષાર્થ પણ જુઓ, જે ભાગ્યને લઈ આવશે.

હૃદય - હૃદય વચ્ચેનું સેતુનું સર્જન એટલે દિલ - દિલ વચ્ચેની દિવાલોનું દફન એનું નામ પ્રેમનું સાર્થક્ય.

મુસીબત આવી મને રડાવા માટે, હું હસ્યોને, મુસીબત રડતી ચાલી ગઈ.
સદ્દભાવ વડે જ અન્યના ગુણો ઓળખી શકાય.
સ્મિત વગરનું કોઈ મોઢુ જુઓ તો તમારાં સ્મિતમાંથી એક તેને આપજો.

માનવતા એટલે બીજાનો વિચાર કરવો.
ચારિત્ર્ય એટલે સારી ઈચ્છાઓનો વિકાસ પામેલો સમૂહ.

જેઓ સુંદર વસ્તુઓમાંથી સુંદર અર્થ ખોળી કાઢે છે તે સંસ્કારી છે.

જેઓ આફતથી દૂર ભાગે છે તેઓ બમણી આફત ભોગવે છે.
વર્તનથી જ તમે સ્વર્ગ સુખ અનુભવી શકશો.

સંયમ એ આનંદ મેળવવાની સોનેરી ચાવી છે.
અભિમાન નરકનું દ્વાર છે.

આ પણ વાંચો : Latest 2022 Gujarati Status | Gujarati whatsApp status 

જીવનની સાચી કળા સુખ સગવડ મેળવવામાં નહિ પણ દુઃખી ન થવાની આવડત કેળવવામાં છે.
કરકસર એ પ્રામણિકતા , સ્વતંત્રતા અને સુખની માતા છે.
મૌન એ પારસમણી છે જેને સ્પર્શ થાય છે તે સુવર્ણ બની જાય છે.
ધૈર્ય માનવીની સાચી વીરતા છે.
ગુમાવેલી પ્રત્યેક પળ આપત્તિને આવવાની તક આપે છે.

જે પોતાની જાત ઉપર અંકુશ રાખી શકતો નથી તે કદીયે સ્વતંત્ર માનવી બની શકતો નથી.
પાપ કદી પાપીને ઉંઘવા દેતું નથી.

શ્રધ્ધા રાખો અને તમારે માટે તે બધું કરી દેશે.
ચિંદા અને નિંદ્રા ઉપર વિજય મેળવ્યા પછી જ ભજન થઈ શકે છે.
દુઃખને હસી કાઢો, સુખને માણો.
દરેકને માટે દયાળુ અને કોમળ બનો, પરંતુ પોતાને માટે કઠોર બનો.

જિંદગી છે એટલી ખુશી છે અને પરિશ્રમ છે તો જ જીંદગી છે.
પ્રેમ કરવો એ કલા છે, પરંતુ [નિભાવવો એ સાધના છે.

પ્રશંસા બીજાઓના સદ્ગુણો પ્રત્યેનું આપણું ત્રકણ છે.
ક્રોધને મૌનથી જ જીતો.

મિત્રતા મૃત્યુ કરતાં મૈત્રીનું મૃત્યુ વિશેષ અસહ્ય હોય છે.

સુખનું ઉદ્દભવ સ્થાન આપણું પોતાનું જ હૃદય જ છે.
સત્ય વિના કોઈપણ નિયમનું શુધ્ધ પાલન અશક્ય છે.

જ્ઞાન અને સત્તાની સાથે - સાથે નમ્રતા અને વિનય પણ વધવા જોઈએ.

દાન એ ધર્મની પૂર્ણતા અને તેની શોભા છે.
પ્રશંસાને પચાવવામાં વધુ કુશળતા દાખવવી પડે છે.

મૈત્રીએ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર છે.
ખરેખરી લાયકાત વિનાની પ્રશંસા એ ઢાંકેલી મશ્કરી જ છે.

માનવીના જ્ઞાનને માપવા માટે તેની નમ્રતા તપાસવી જોઈએ.
ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના.

જેવા વિચાર કરશો તેવા તમે થવાના.
સ્વચ્છ શરીરમાં સ્વચ્છ આત્મા વસે છે.
સફાઈને પરમાત્મા માનો.
ક્રોધને ગળી જવામાં માણસાઈ છે.
હાથપગનો શ્રમ એ જ સાચો શ્રમ છે.
આદર્શ વિનાનો માનવી સુકાની વિનાના નાવ જેવો છે.
નમ્રતા મનુષ્યની મહાનતાનો માપદંડ છે.
અધિરાઈ એ અત્યંત ખરાબ પ્રકારની ઝડપ છે.

સત્ય બોલી તમારા દુશ્મનને મૂંઝવવાનો એ સૌથી ઉત્તમ રસ્તો છે.
સંતો સ્વીકારેલો પંથ ત્યજતા નથી.

દુઃખનું મૂળ આળસ અને લોભ છે.
ઉપાધિ ટાળવા વ્યવહાર સાફ રાખો.

લાંબો પ્રવાસ નાના ડગલાંથી ખેડાય છે.
સ્વીકારેલો પંથ ન ત્યજવો એ સંતની સુનીતિ.

કોઈની અલ્પતા દ્શવિવી તે જાતે અલ્પ બનવા સમાન છે.
મન બદલશો તો જગત આખું બદલાઈ જશે.

ભક્તિમાં બુદ્ધિ કરતાં શુદ્ધિની વિશેષ જરૂર છે.
માતા - પિતાને આચરણથી સંતોષે એ જ સાચો સંતાન.

મોહને વશ થઈ મનુષ્ય અધર્મને ધર્મ માને છે.
તારો શોક જ તારા મોહમાં રહેલો છે.

ફળનું અભિમાન છોડી ને ક્તવ્યનું પાલન કર.
સાધનાની પરાકાષ્ઠા તે જ મોક્ષ.
ઉત્તમ ચાહવું એ લગભગ જાતે ઉત્તમ બનવા બરાબર છે.
પરમાર્થની સાધના કરતી વખતે. કોઈએ. બીજાની વાટ જોવી નહી.
મનના હાથીને વિવેકરૂપી અંકુશથી વશમાં રાખો.
કરકસર સધ્ધર બેંકમાં મુકેલી થાપણ છે.

મન ભલે વેગથી દોડે, જીભને સ્થિર રહેવા દો.
જે શ્રમ નથી કરતો તેની સાથે દેવતા મિત્રતા નથી કરતા.

જે આપણા પ્રત્યેક શ્વાસનો માલિક છે એ ઈશ્વરને ભૂલી શેં જવાય ?
જીવન ક્યારામાં સંસ્કાર સલિલના સિંચન કરતા રહેજો.
કેવળ જાણેલું કામ આવશે નહીં પણ જીવનમાં ઉતારેલું કામ આવશે.
હિંમતભેર આગે બઢો, મુશ્કેલી મરી જશે. પ્રકાશમાં પગલાં માંડો, પડછાયો. પાછળ રહેશે.
ભલા અને પવિત્ર માણસો સૌથી સુખી હોય છે.
જયાં સુધી મમત્ત્વ છે ત્યાં સુધી દુઃખ છે. મમત્ત્વ જયારે દૂર થાય છે ત્યારે દુઃખનો અંત આવે છે.
સ્વાર્થદુઃખ આપે છે નિઃસ્વાર્થ આનંદ આપે છે.
જેમ -જેમ ધનની થેલી દાનથી થાય છે તેમ - તેમ દિલનો ખજાનો આનંદથી ભરાતો જાય છે.
પાખંડી નમ્રતા કરતાં પારદર્શક અહંતા સારી.
વાસના વિષ છે - ઉપાસના અમૃત.

ભૂલ ખાડો બનશે જો નહીં શીખીએ તો, ભૂલ પગથિયું બનશે જો બોધ લઈશું તો.
જેની અડખે - પડખે સ્વનિર્મિત સંયમના કિનારા છે. એને જીવન સરિતા ધ્યેય સાગર સુધી પહોંચી શકશે.

પોતાની ભૂલો પ્રત્યે બેદરકાર રહી પારકાની ભૂલો શોધવા જેવો અપરાધ બીજો કોઈ નથી.
લક્ષ્મી સંપન્ન નહીં પણ લક્ષણ સંપન્ન બનીએ.

પરિવર્તનનો સદંતર અભાવ, એટલે મૃત્યુ.
સહન કરવું એ જ મોટી સિદ્ધિ છે.
અભિલાષા ઊંચી રાખજો , કર્તવ્યો ઊંડા રાખજો.
પ્રેમદીપ પેટાવી ધિક્કારનો અંધકાર દૂર કરીએ.

જરૂરીયાત કરતાં વધારે વાપરવું એ પાપ છે.
ધાતુનું કે જીવતરનું ઘડતર જેટલું વધે એટલું મૂલ્ય વધે.

અન્યના અભિપ્રાયને પણ આવકારતાં શીખીએ.

પોતાના વખાણ સાંભળવાની ઝંખના તો સૌમાં હોય છે પણ પોતાની ટીકા સહન કરવાની શક્તિ તો કોઈ વિરલા માં જ હોય છે.
પોતાના વખાણ સાંભળી રાજી થાય તે માનવ, પોતાની ટીકા સાંભળી રાજી થાય તે ટેવ.

પરોપકાર તે પુણ્ય, પરપીડા તે પાપ.

સારું જોવું, સારું સાંભળવું, સારું બોલવું.

આ પણ વાંચો : Best Good Morning Message In Gujarati Language With Suvichar,shayari & Sms 

ત્યાગથી ભોગ ઘટે.

શ્રમ કરવામાં શરમ નહી.
ધંધો કરતાં ધર્મને ભૂલી ન જશો.
જ્યાં ભેદ હોય ત્યાં જ ભેળ દેખાય.
પ્રભુ પદાર્થથી નહીં પ્રમાણથી રીઝે છે.
બીજાને સુખી કરે તે સુખી થઈ શકે છે.
સમયનો નાશ સર્વનાશ છે.
નિર્ણય કરીએ આજથી વ્યસન માત્ર બંધ.
વાણીથી નહીં, વર્તનથી સમજાવે તે સદગુરૂ.
મનને સાચવી જાણે તે સંત બની શકે.
સુખમાં પ્રભુ સ્મરો, દુઃખમાં ધીરજ ધરો.
પ્રેમ જીવાડે છે મોહ પછાડે છે.
મન પ્રભુમાં રાખો તન સેવામાં રાખો.
સ્વાધ્યાય અને સત્સંગ વડે જ સ્વભાવ સુધરે.
પૈસા માટે પ્રયત્ન કરજો, પાપ ન કરશો.
પ્રભુની ઈચ્છામાં તમારી ઈચ્છા ભેળવી દો.
જીવનમાં ભય પામવા જેવું કશું નથી બધુ સમજવા જેવું છે.
મજૂરની મજૂરી તેનો પરસેવો સૂકાય તે પહેલાં ચૂકવી દો.
જે તને અન્યાય કરે છે તેને ક્ષમા આપ. જે તને પોતાનાથી વિખૂટા કરે, તેની સાથે પ્રેમ કર. જે તારા પ્રત્યે બુરાઈ કરે તેના પ્રત્યે તું ભલાઈ કર.
મા - બાપે વાંછેલું અને વડીલોએ વિચારેલું સત્કાર્ય તેમના કહ્યા વિના જ જે પૂરું કરી આપે છે તે ઉત્તમ પુત્ર.

જીવવા માટે જરૂર કમાજો પરંતુ કમાવા માટે કદી ન જીવશો , જીવવા માટે જરૂર ખાજો, ખાવા માટે કદીયે ન જીવશો.
પરિશ્રમના પીઠબળ વિના મેળવેલી પુંજી પ્રેયકર ભલે બની શકે શ્રેયકર તો હરગીજ નીવડવાની નથી.

નામની લાલશા રાખશો તો આવતી કાલે કોઈ ઈનામ પણ આપશે અને તે પછી કોઈક બદનામ પણ કરશે.
વગર કહ્યે કરે એ ઉત્તમ, કહ્યા પછી પ્રેમથી કરે એ મધ્યમ, આનાકાની સાથે કરે છે અધમ, ન કરે એ અધમાધમ.

વાતમાંથી વાદ અને વાદમાંથી વિવાદ વધે ત્યાં વાંધો નથી, પણ વિવાદ વિખવાદમાં ન પરિણમે તે જોજો.
મનની ચંચળતા પ્રભુને અપણ કરો, મન શાંત થશે.
સાચુ બોલશો તો લોકો આદર આપશે, આચરણ કરશો તો લોકો આધીન થશે.
કલ્પિત કે સંભવિત મુસીબતોમાં બધાને પ્રસન્ન રાખવાનું જેમ શક્ય નથી તેમ સૌને રાજી રાખવાની જરૂર પણ નથી.
સન્માનનો સ્વીકાર કરવો એ પણ સેવાભાવીને તો ન જ શોભે, સેવા માત્ર સમર્પણથી શોભે.
સામર્થ્યહીન વ્યક્તિ કુરિવાજને વશ થાય તો લાચારી છે, શક્તિશાળી વ્યક્તિ કુરિવાજોને પોષે તો એ પામરતા છે.
ગુસ્સાનો જુસ્સો જવલંત હશે ત્યાં લગી સત્ય નહિ સમજાય, શાંત પડ્યા પછી જ પશ્ચાતાપનો આરંભ થશે.
વિશ્વાસ એ તો આત્મા અને હૃદયનો ધર્મ છે.
મમતા સમતા સાથે રાખવા બહુ મુશ્કેલ છે.
પ્રેમની પાઠશાળામાં સમર્પણના પાઠ શીખવાય છે, અપેક્ષાના નહિ.
મારગ આડે પહાડ ભલે હો , હસતા - હસતા ચઢીએ, કાંટા લાખ ભલે હો રસ્તે, કચરી આગે બઢીએ. -સ્નેહરશ્મિ
મોતની પરવા ન કરવી, એ. વીરતા કહેવાય, પરંતુ જ્યાં મૃત્યુ કરતા જીવન વધુ ભયંકર હોય, ત્યાં જીવન જીવવાની હિંમત કરવી એ જ સાચી વીરતા છે.
શાબાશીના એક જ રૂડાં બોલ ઉપર હું બે મહિના લગી જીવતો રહી શકું છું. - માર્ક ટ્વેઈન
મૈત્રીના પૈડામાં નાજુક વિનયનું તેલ જરાક ઉંજતા રહેવું તેમાં શાણપણ છે - કોલેથ
સત્તા, મહત્તા, ધનાઢયપણું એ બધા કરતાં માનવ સર્વોત્તમ છે.
જે કરો તે ફરજ સમજીનો કરો, આશા રાખીને નહી.
સરિતા સમા દાની બનો, ઉદાર સૂરજ સમા, ધરતી સમી ધીરજ ધરી, સાગર સમી રાખો ક્ષમા.
દીધેલા દાન અને કરેલા ઉપકાર ભૂલી જાય તે જ સાચો દાતાર.
બે વાત કદી ન ભૂલશો - આપેલું વચન ને ઉપકારી જન.

પાપ અને પુણ્ય બંને માનસિક અવસ્થાના પ્રતીકો છે.
ચારિત્ર્ય ધોળા કાગળ જેવું છે. એકવાર ડાઘ પડ્યા પછી મૂળ ચમક આવતી નથી.

જ્ઞાનથી પરમાત્મા જાણી શકાય છે, પણ પ્રેમથી ખુદ પરમાત્મા બની શકાય છે.
જીવનની પળેપળનો હિસાબ રાખનાર માણસ મહાન બને છે.
પ્રેમની હાટડી નહીં પરબ માંડો.
દુઃખ માત્રનું મૂળ ઈચ્છા છે. - બુદ્ધ
નમ્રતા સ્વર્ગના દરવાજાની ચાવી છે. - શેખ સાદી
મહાન વ્યક્તિનું મુખ્ય લક્ષણ તેની નમ્રતા છે. - રસ્કિન
વિનમ્રતા અનેક ગુણોની જનેતા છે. - પ્રકાશ ગજ્જર
નમ્રતાનું અભિમાન વધારે ખતરનાક હોય છે. - ગુણવંત શાહ
નમ્રતા તો આત્માનો એક ગુણ છે. - પૂ. મોટા
નમ્રતા પાષાણને પણ મીણ બનાવી દે છે. - પ્રેમચંદજી
અભિમાન કરતા નમ્રતા મોટી છે. - પંચતંત્ર
નમ્રતા તમામ સદ્ગુણોનો સુંદર પાયો છે. - કોન્ફ્યુશિયસ
“અશક્ય'શબ્દ નાહિમતનું પ્રતીક છે. - સ્વેટ માર્ડન
અવિશ્વાસુના શ્રેઠ વિચાર કરતાં, વિસ્વાસુની ભૂલ વધારે સારી.- થોમસ રસેલ
શ્રદ્ધાનો અભાવ એટલે જીવનનું અવસાન. - વિલિયમ જેમ્સ
અસત્યની ઉંમર બહુ લાંબી હોતી નથી. - સોફોક્લિસ
અસત્ય બોલનાર વ્યક્તિ સાપથીયે ઝેરી હોય છે. - વાલ્મીકિ
અસત્ય અને દગો લાંબો સમય ટકતા નથી. - કૌટિલ્ય
આચરણ વિના જીવન કદી બદલી શકાતું નથી. - વજુ કોટક
ઈર્ષ્યા નિષ્ફળતાનું બીજું નામ છે. - ખલિલ જિબ્રાન

સર્વોત્તમ મનુષ્ય તેના દોષ વડે ઘડાય છે. - શેક્સપિયર
દિવસે એવા કામ કરો કે રાત્રે આરામથી ઉંઘ આવે.

શ્રેષ્ઠ કર્મો જ વ્યક્તિને શ્રેષ્ઠ બનાવે છે.
ચિંતાથી રૂપ, શક્તિ અને જ્ઞાનનો નાશ થાય છે. - એડિસન
ચિંતા જીવનનો શરુ છે. - સેક્સ પિયર
ચિંતા એક પ્રકારની કાયરતા છે. -ચેનિંગ
દુઃખ એ જીવન ઘડવા કાજે સોનેરી તક છે. - પૂ. મોટા
જીવનનો સંગ્રામ ખેડવો હોય તો દુઃખને જાણતાં શીખો. - વજુ કોટક
સેવામાં સોદાગીરી નહીં ફનાગીરી જોઈએ.
સત્યને ગ્રહણ કરવામાં, અસત્યને છોડવા હંમેશા તત્પર રહેવું.
પોતાની જાતને સુધારવામાં વધારે સમય આપો, જેથી બીજાઓની ટીકા કરવાનો સમય ન રહે.
પ્રેમથી બોલાયેલ એક શબ્દ કેટલાય દુઃખી હૃદયને શીતળ બનાવી શકે છે.
વડીલોને સન્માન આપો, નાનાને માન આપો.
ક્ઠીર વચનથી ઘવાયેલા હૃદયના ઘા કદી રૂઝાતા નથી.
સરવાળો સ્નેહનો, બાદબાકી ભૂલચૂકની, ગુણાકાર સહકારનો, ભાગાકાર વેરઝેરનો.
કર્મની ઘંટી ધીમુ દળે છે પણ અતિ ઝીણું દળે છે.
નહીં બોલાયેલા શબ્દો તમારા ગુલામ છે. બોલાયેલા શબ્દોના તમે ગુલામ છો.
સત્યાગ્રહ એ શુધ્ધ અહિંસક શસ્ત્ર છે.
પ્રેમ તો કઠોર, ફ્ુર હૃદયને પણ મીણ જેવું મુલાયમ બનાવે છે.
ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની કસોટી છે.
પ્રશંસા મેળવવી મુશ્કેલ છે. પરંતુ પચાવવી ખૂબ જ અઘરી છે.
પરદોષ જોવા સહેલા છે. પણ સ્વદોષ દર્શન મુશ્કેલ છે.
સત્કર્મની ટેવ લોહીમાં ભળી જાય, સ્વભાવ બને ત્યારે જ કર્મયોગી થવાય.
ઉત્તમ ચારિત્ર્ય જ ભૂષણોમાં ઉત્તમ ભૂષણ છે .
ભૂખ વગર અનાજ પચતું નથી, દુઃખ વગર સુખ પચતું નથી.
મન જેટલુ શુદ્ધ, તેટલું તેને સંયમમાં લાવવું સહેલું.
દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
સાચી સુંદરતા હૃદયની પવિત્રતામાં છે.
પોતાનું સુખ જતુ કરીને બીજાને સુખ આપે એ જ સાચો સેવક.
સુખ અને સ્વાર્થ એક સાથે રહી શકતા નથી.
જીવન કમળપત્ર ઉપરના ઝાકળ બિંદુ જેવું છે.
સંયમના તેલ અને ત્યાગની વાટથી જીવનનો દીપક પ્રકાશે છે.
વાણી કરતા મૌન ચઢીયાતુ હોય છે.

અમારા આ લેખ  મહાન વ્યક્તિઓના જીવનઉપયોગી વાક્યો પાર્ટ ૨( Mahan Vyaktiona Jivan Upyogi Vakyo part 2) તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરવા વિનંતી છે. આમારા બ્લોગ ગુજરાતી કોટ્સ ની મુલાકાત લેતા રહો અને ગુજરાતી સાહિત્ય વિષે વાંચન કરતા રહો.

અમારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ - ખુબ આભાર.

Post a Comment

0Comments

Post a Comment (0)