ગુજરાતી વાર્તા : રાજાને સપનાએ બચાવ્યો!!

Shayar
0

 એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતોકેટલાક દુશ્મનોએ રાજાને મારવાનું કાવતરું કર્યુંરાજા સુતા હતા ત્યાં છરો લઇ પહોંચી ગયા અને રાજાના કમરાની બહાર સંકોચાઈને-સંતાઈને બેસી ગયા.


બરાબર ત્યારે જ રાજાને સપનું આવ્યુંએણે સપનામાં એક બતક જોયુંબતક શરીર સંકોચીને પાણીમાં બેઠું હતુંરાજા ઊંઘમાં જ બોલ્યો:

"કુક્કડ મુક્કડ બેઠા છે".

ખૂનીઓ ચમકી ગયા કે રાજા જાણી ગયો છે કે તેઓ બહાર બેઠા છે?

ખૂનીઓ સાવચેતીથી કમરામાં જવા જમીન ખોદવા લાગ્યાબરાબર ત્યારે જ રાજાએ સપનામાં કૂતરું જોયું જે જમીન ખોદતું હતુંરાજા ઊંઘમાં જ બોલ્યો:

"ખદબદ ખદબદ ખોદે છે".

ખૂનીઓ સમજ્યા કે રાજા તેમને જોઈ ગયો લાગે છેખૂનીઓ ગભરાઈ ગયા અને ભાગ્યાબરાબર ત્યારે જ રાજાએ સપનામાં ઘોડો જોયો જે દોડતો હતોરાજા ઊંઘમાં જ બોલ્યો:

"ધડબડ ધડબડ દોડે છે".

હવે તો ખૂનીઓને લાગ્યુંકે રાજા એમને જોઈ જ ગયો છે એટલે એમને પકડીને ફાંસી જ આપી દેશેખૂનીઓ રાજ્ય છોડીને જ ભાગી ગયા.

આમ રાજાને સપનાં આવ્યાં એમાં અનાયાસે જ રાજા બચી ગયો!

આ પણ વાંચો : આળસુ કબૂતર 

Post a Comment

0Comments

Post a Comment (0)