વ્યસન મુક્તિ સુત્રો (Vyasan Mukti Sutro)

 

નમસ્કાર વાચક મિત્રો. આજે ગુજરાતી કોટ્સ માં તમને વાંચવા મળશે વ્યસન મુક્તિ સુત્રો (Vyasan Mukti Sutro). આપ સૌ જાણો છો કે વ્યસન માણસ ના જીવન માટે અને તેના પરિવાર માટે કેટલુ ઘાતક સાબિત થાય છે છતાં પણ તેને છોડવું ઘણું જ કઠીન છે. 

દારૂ નરકનું બારુ
બીડી નરકની સીડી
જે પીએ બિયર તેની વહુ જાય પિયર
દારૂડીયો દારૂને નથી પીતો, પણ દારૂ દારૂડીયાને પીએ છે.
પહેલા માણસ કુટેવ પાડે પછી, કુટેવ માણસને પાડે છે.
દારૂનો બાટલો, મોતનો ખાટલો.
ચાલો મળીએ બધા સાથે, વ્યસનને ભગાડીએ સાથે
દારૂની એક પ્યાલી, ખિસ્સા કરે ખાલી
ચૂડી, ચાંદલાની રાખો લાજ, દારૂ વ્યસનો છોડો આજ
ગુટખાની ફાકી, મોતની ઝાંખી
તમાકુ, માવા, શુ કામ ખાવા?
ગુટકા મૂકો કેન્સર રોકો
તમાકુ ખાય કેન્સર થાય
છોડો છોડો વ્યસન છોડો
વ્યસન છોડો, દેશ બચાઓ
વ્યસન મુક્તિ, કુટુંબની સમૃદ્ધિ

આ પણ વાંચો : New 100+good morning motivation quotes in gujarati 

વ્યસન એટલે પૈસા, પ્રાણ, પ્રતિષ્ઞાની બરબાદી
વ્યસનની મજા, મોતની સજા
ગુટકા, ચુટકી મસાલો એ છે મોતનો રસાલો
વ્યસન મુક્ત બનો, નિરોગી બનો
બાળક અને કુટુંબના ભલા માટે વ્યસન છોડો
ગામ જાગે તો વ્યસન ભાગે
છોડો બીડી, છોડો શરાબ યહી કરતી હે, જીવન ખરાબ
ચા, બીડી ને કોકો, વહેલી પડાવે પોકો.
એક દો, એક દો, બીડી સિગરેટ ફેક દો, એક દો, એક દો, ગુટખા તમાકુ ફેક દો.
બીડી સિગારેટ ઔર શરાબ યહી કરતી હે જીવન ખરાબ
ધુપ્રપાન ઔર મદ્યપાન, જીવન કો કરતે હે નર્ક સમાન
ગલી ગલી મે ગૂંજે નાદ વ્યસન મુક્તિ સે બને આઝાદ
આબરૂના બનાવે કાંકરા, પૈસાથી થશે પાયમાલ, તારા કુટુંબીઓને પણ એક દિવસ લોહી પાઈ જશે શરાબ
ઈશ્વરે રચેલી અમૂલ્ય રચના છે તારું માનવ શરીર, શરીર ધોવાણ શાને કરે, જુલ્મ છાઈ જશે શરાબ
દારૂના નશામાં ચૂર તું ક્યાં લઈ જશે શરાબ; તું મરી જવાનો બેશક ને અહીં રહીં જવાની શરાબ.
વાણી તારી કર્કશ બની, જે એક પળ સંયમમાં નથી, તારાં બાળ, બચ્ચાં, બેરીને પણ ખાઈ જશે શરાબ.
તમાકુ,ગુટખા, સિગારેટ, બીડી,નથી ચડવી મોતની સીડી.
બીડી લાગે જાણે સ્વર્ગની સીડી, પણ સરવાળે છે તે નરકની સીડી
મીઠા ઝેરનાં તો ભાઈ કદી ન કરીએ પારખાં, ગુટખા, સિગરેટથી તો બરબાદ થાય આયખાં.
વ્યસનોથી મળે છે રોજ માનવીને ક્ષણિક મજા, સરવાળે મફતમાં મળે છે માંદગી અને મોતની સજા.

આ પણ વાંચો : [75+ગુજરાતી] new positive motivational thoughts, quotes ,shayari in gujarati text 

વ્યસનમાંથી મળે મુક્તિ જળવાઈ રહે તંદુરસ્તી.
તમાકુ જેવા વ્યસનના લતે ચડી જાય, શરીર અને પૈસે ટકે ખુવાર થઈ જાય.
જો ગધેડો તમાકુ ન સુંધે કે ખાય, તો સમજુ માનવ તો કેમ ખાય?
ગુટકા રોજ ખાયેગા, કેન્સર હો જાયેગા.
ગુટકા, બીડી, તમાકુ, સિગારેટ, શરાબ, ચરસ એ બધામાં છે દૈત્યનો વાસ, જે કોઈ રોજ તે ખાય, પીવે ઘસે તેની તંદુરસ્તીનો થાય નાશ.
વ્યસન મુક્તિ, વ્યાયામ, યોગ, હાસ્ય ને પૌષ્ટીક આહાર,એ પાંચે પાયા પર છે માનવીના સ્વાસ્થનો આધાર.
જે રહેશે વ્યસન મુક્ત, તે બનશે તંદુરસ્ત.
દારૂ ચડે ત્યારે ભાઈ રાજપાઠમાં, ઉતરે ત્યારે પારાવાર પશ્ચાતાપમાં
શરાબ રોજ પીયેગા, લીવર સડ જાયેગા, જીવન બેકાર હો જાયેગા, મૃત્યુ જલદી આયેગા.
ઊંચે લોગ, નીચી પસંદ જો ખાય ગુટકાચંદ.
જો હોય મુરખચંદ, તે ખાય ગુટકાચંદ.
જે તમાકુથી રહે વંચીત, હરહમેશાં રહે આનંદિત.
વ્યસની કરે છે, રોજ મોજ મજા, મફતમાં મળે છે, મોતની સજા.
ગુટકા, બીડી, સિગરેટ, ચરસની મજા, મફતમાં મળશે માંદગી કે મોતની સજા.
ગુટકા ખાય, મુરખા કહેવાય.
જે દરરોજ ગુટકા ખાય, વહેલો તે રામશરણ જાય.
વ્યસનની ગુલામીમાંથી મુક્તિ, જળવાશે શરીરની તંદુરસ્તી.
વ્યસન ત્યજો, હરીને ભજો.
નશાબંધીથી શું મળે ? નવ જીવન, નવ જીવન.
કમળ જેવું મોઢુ બિડાવે કોણ ? માણેક્ચંદ, માણેકચંદ.
પીએ દારૂ તો ઘરમાં અંધારું.
પીએ હોકલી, કાયા થાય ખોખલી.
ખાય ગુટકા, પછી આવે ઝટકા.
છીંકણી સૂંઘે, કાયમ માટે ઉઘે.
ગુટકા કોણ છે ? ઝેરના મોણ છે.
મોં ન સંતાડો, નશાને તુરંત ભગાડો.
દારૂ શરીરમાં જાય એટલે બુદ્ધિ બહાર નીકળી જાય.
નશો નાશનું જ નહી સર્વનાશનું મૂળ છે.
સુંઘે તેના કપડાં, ચાવે તેનો ખૃણો, પીએ તેનું મોઢુ બગડે છે.
જય રણછોડ, માખણચોર, હે માનવ, તું વ્યસન છોડ.
ચૂટકી - તબિયત છટકી.
કુબેર - સ્વાસ્થ વેરવિખેર.
દારૂ પીનાર પાપી બની જાય છે. - ઋગ્વેદ
દારૂથી સદા દૂર રહેજો કારણ કે તે પાપ અને અનાચારની જનની છે. -બુદ્ધ
દારૂ નબળાઈઓનું મૂળ છે. - મુહમ્મદ સાહેબ
દારૂ મનુષ્યને રાક્ષસ બનાવે છે. - દયાનંદ સરસ્વતી
હું મદ્યપાનને ચોરી, વેશ્યાવૃતિથી પણ અધિક નિંદનીય માનું છું. - મહાત્મા ગાંધી
ક્યાં વળગે છે વ્યસન કદી, વ્યસનને ખુદ માનવ વળગી જાય છે, વળગ્યા પછીતો વ્યસન ખુદ, માનવને ભરખી જાય છે.
નવ દારૂથી દવ લગાડજો , ને વ્યસનથી કરજો વેર, જીવો વ્યસન વિનાની જિંદગી, તો તો થાય લીલાલહેર. વ્યસનોનો માર્ગ કાંટાળો છે. સદ્ગુણોનો માર્ગ ફૂલ જેવો છે. તમે વિચારો ક્યાં જવું છે ?
નશો નાશનું મૂળ છે.
એક બીડી પીવાથી જીવનની પાંચ મીનિટ ઓછી થાય છે.
દારૂની એક પ્યાલી એકવીસ પેઢીનો નાશ નોતરે છે.
જામ છે, જામ પીને સે ક્યા ફાયદા, તુ સંતો કી પ્યાલી પીલે, તેરી સારી જિંદગી સુધર જાયેગી, સુધર જાયેગી.
ગુટકા હટાવો, યુવાધન બચાવો.
પાનની દુકાન, મોતની દુકાન.
નશો - નોતરે નાશ.
વ્યસન છોડો, જીવન બદલો.
શરાબ અંદર તો અક્કલ બહાર.
દારૂ કઢાવે દેવાળુ, દારૂ કઢાવે ભોપાળું
મોતનું સરનામું ક્યાં ? જયાં વ્યસન હોય ત્યાં.
નશા મોતકા આલમ.
મધ્ તો યક્ષ, રાક્ષસ અને પિશાચોનું પીણું છે.
એક પલ્લામાં બધાજ પાપ મૂકો, બીજા પલ્લામાં એકલું મદ્યપાન મૂકો તો બશે પલ્લાં સરખાં થશે.
માંસ અને મદિરમાં ઈશ્વરનું રાજ્ય નથી. - બાઈબલ
શરાબી સાથે મિત્રતા ન કરાય.
આંગુન કહા શરાબકો, જ્ઞાનવંત સુનલેય, માનુસસે પશુઆ કરે, દ્રવ્ય ગાંઠકા દેય. - સંત કબીર
દીકરીને ગાય દોરે ત્યાં ન જાય, નશાના બંધાણીને દીકરી ન અપાય.
વ્યસનો છે દુઃખના ડુંગર, છોડો વ્યસન, બને જીવન સુંદર !
પીણા મળે છે પારાવાર, દારૂ ન પીવાનો કરો નિરધાર.
બીડી, ગુટકા છોડો આજ, પરિવારની બચશે લાજ.
કરો વ્યસન મુક્તિ અભિયાન, પામો તો સાચુ સન્માન.
વ્યસનોની છોડો પંચાત, કુટુંબમાં થાશે નિરાંત.
વ્યસન રાખે તે હોય કપૂત, છોડો વ્યસન બનાય સપૂત.
ગામે ગામ એકજ ગાન, કરો વ્યસન મુક્તિ અભિયાન.
જો ખાઓ - ગુટકા, ઉનકા મરકે હી છૂટકા.
ઊંચી પસંદ, ઊંચે લોગ, - ફિર “કેન્સર જૈસે ઘાતક રોગ.
ધરતી કંપથી માણસ એક્જવાર મરે છે, વ્યસનથી તો રોજ રોજ મરે છે.
બીડી, સીગરેટ ને તમાકુ, બરબાદ કરે છે ઘર આખુ.

અફીણગાંજો ને દારૂ  તો છે નરકનું બારું.

 અહીંથી દરેક વ્યસન મુક્તિ સુત્રો (Vyasan Mukti Sutro) કોપી કરી તમારા મિત્રો અથવા સગા - સંબંધી જે વ્યાસન કરતા હોય તેમને નિયમિત મોકલો જે થી તેમની પણ અંખ ઉઘડે.

મિત્રો લેખ ગમ્યો હોય તો અન્ય લોકો સાથે શેર અવશ્ય કરશો.

ગુજરાતી કોટ્સ ની મુલાકાત બદલ આપનો ખુબ - ખુબ આભાર.

Post a Comment

0 Comments