ગુજરાતી ધાર્મિક સુવિચાર (Dharmik Suvichar In Gujarati)


    નમસ્કાર વાચક મિત્રો. ધર્મ એ આપની જિંદગીની એક મહેત્વનું પાસું છે. જેના વિના જિંદગી વિતાવવી કપરી છે. આજે ગુજરાતી કોટ્સ આપણા માટે ગુજરાતી ધાર્મિક સુવિચાર (Dharmik Suvichar In Gujarati) નો લેખ તૈયાર કરીને લાવ્યા છીએ. જે તમે કોપી કરી અથવા વોટ્સએપ અને ફેસબુક પર સીધું શેર કરી શકો તેવી સુવિધા સાથે તૈયેર કરવામાં આવ્યું છે.

જે મોક્ષ માર્ગે લઈ જાય, સંયમ શિખવે તે જ સાચો ધર્મ -ગાંધીજી
યક્ષ, દાન, અને તપ ધર્મના ત્રણ સ્તંભો છે. -ડોગરેજી
સમાજ પ્રત્યે માનવીની ફરજ તે ધર્મ -વિધાનંદજી
સાચો ધર્મ હૃદયની કવિતા છે. તેમાં જ તમામ સદગુણો વિકસી શકે છે. -જાર્બર
માણસના અંતઃકરણનું શિક્ષણ જ ધર્મ છે. -રજનીશજી
ધર્મ મનુષ્ય માત્રનું આભુષણ છે. -કૌટિલ્ય

આ પણ વાંચો : મહાન વ્યક્તિઓના જીવનઉપયોગી વાક્યો પાર્ટ ૧( Mahan Vyaktiona Jivan Upyogi Vakyo part 1) 

ધર્મનું સૌથી મહત્વનું તત્ત્વ નમ્રતા છે. -ઓગસ્ટાઈન
અહિંસા ઈશ્વરનાં દર્શન કરવાનો ટૂંકામાં ટૂંકો માર્ગ છે. -ગાંધીજી
ધર્મ અને સત્યનું મૂળ અહિંસા છે. -રણછોડ દાસજી મહારાજુ
અહિંસા ધર્મનો પ્રાણ છે. -રજનીશજી
દયા ધર્મની જન્મ ભૂમિ છે.
જીવન એ જ ધર્મ છે.
ધર્મ વિનાનું જીવન પશુ સમાન છે.
ઈશ્વર આપણી પૂજા વિધિને જોતો નથી એ તો આપણું મન જુએ છે.
ઉપાસના, પરિપક્વતા વિના અતઃદ્રાર ખુલ્લા થતા નથી.
કરૃણા એ મનુષ્યના હૃદયમાં પડેલો પ્રભુનો પડછાયો છે.
રોગ મટાડે તે દવા, દોષ મટાડે તે ધર્મ.

આ પણ વાંચો : Best Collection of Shayari, Status, Quotes, Suvichar For 2023 

આંખ કરે તે દર્શન, હૃદય કરે તે સાક્ષાત્કાર
પ્રભુ સારા લાગે ત્યારે નહિ, મારા લાગે ત્યારે ધર્મની શરૂઆત થાય છે.
ઈશ્વર ઉપર અતૂટ શ્રધ્ધા રાખનાર કદી ખોટા માર્ગે જઈ શકે નહી.
જે ધર્મ બીજા ધર્મનો વિરોધ કરે તે અધર્મ છે. -મહાભારત
કુદરતી દુઃખ એક કસોટી છે, ઊભુ કરેલું દુઃખ એક શિક્ષા છે.- શ્રી અરવિંદ
પોતાના કાર્ય પ્રત્યેની સાચી નિષ્ઠા અને શ્રધ્ધા એ જ સાચો ધર્મ છે.
ધર્મ ન હિંન્દુ-બૌદ્ધ છે, ધર્મ ન મુસ્લિમ-જૈન છે, ધર્મ ચિત્તની શુદ્ધતા છે. ધર્મ શાંતિ, સુખ, ચેન છે.

 આવું અવનવું ધાર્મિક સુવિચારો, સુવાક્યો, પ્રેરણાત્મક વિચારો, શાયરી, વાર્તા, શેર વગેરે માહિતી માટે આમારા બ્લોગની મુલાકાત લેતા રહો.

મુલાકાત બદલ આપનો ખુબ - ખુબ આભાર. લેખ પસંદ આવ્યો હોય તો આપના મિત્રો તથા સંબંધીઓ સાથે શેર અવશ્ય કરશો.

Post a Comment

0 Comments