New 90+ gujarati sms for life and quotes,shayari on life text

New 90+ gujarati sms for life and quotes,shayari on life text

 

તો કેમ છો મિત્રો મોજમાં😀 ને? અને જો મોજમાં ના હોવ તો gujarati sms for life વાંચીને મોજમાં આવિ જસો કારણકે મિત્રો આ પોસ્ટ માં અમે લાવ્ય છીએ ખુબજ સુંદર gujarati quotes on life text.


મિત્રો ઘણી વખત આપણ ને જિંદગી અને જિંદગી ના સારા - ખરાબ અનુભવો થી ઘણું બધું શીખવા મળે છે જે આપણે કોઈ સ્કૂલ , કૉલેજ અથવા પુસ્તકો માંથી નથી સિખી સકતા માટે અમે આ પોસ્ટ માં સરસ gujarati sms for life લાવ્યા છીએ. 


તો મિત્રો તમારું કામ ખાલી એટલું છે કે આ gujarati quotes on life text પોસ્ટ પૂરી વાંચો અને જો પસંદ આવે તો આ gujarati sms for life તમારા મિત્રો,સગા વાહલા અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરો તથા તમારા whatsapp માં status લગાવો .


gujarati sms for life


!!જિંદગી છે અઘરી પણ છેવટે ટેવાઈ જવાય છે,

શનિવાર અને સોમવારની વચ્ચે થોડું જીવાય જવાય છે !!


!!આ જિંદગી પણ પાણી જેવી છે,

વહે તો ધોધ છે,

ભેગું કરો તો હોજ છે,

જલસા કરો તો મોજ છે,

બાકી પ્રોબ્લેમ તો રોજ છે !!


!!તમે ગમે તેવા ખેલાડી હો,

જિંદગી એક દિવસ તો તમને આઉટ કરીને જ રહેશે !!


!!નાની અમથી જિંદગી છે,

બધી વાતમાં ખુશ રહો,

કાલ કોણે જોઈ છે,

આપની આ આજમાં ખુશ રહો !!


!!ઘણા Relations ભગવાન જ ખરાબ કરી નાખે છે,

કારણ કે તે એવું ઈચ્છે છે કે,

તમારી જિંદગી ખરાબ ના થવી જોઈએ !!


!!જિંદગી એક રમત છે,

સાહેબ નક્કી તમારે કરવાનું છે કે,

ખેલાડી બનવું કે રમકડું !!


!!દરેક માણસ પાસે જિંદગીનું એક નાનું ચેપ્ટર હોય છે,

જે જોરથી બધા સામે વાંચી નથી શકાતું !!


!!જીવન પણ કેવું અજીબ છે,

કોઈની સાથે વાત કરવાની આદત પડી જાય છે,

અને કોઈની સાથે વાત કરવાની આદત પાડવી પડે છે !!


!!જિંદગી બધા માટે એક જ છે સાહેબ,

પણ ફરક માત્ર એટલો જ છે કે,

કોઈ પોતાની ખુશી માટે જીવે છે,

તો કોઈ બીજાને ખુશ રાખવા માટે જીવે છે !!


gujarati quotes on life text

gujarati sms for life
gujarati sms for life


!!પ્રકૃતિ નો નિયમ છે,

અહીં તરવા માટે ડૂબવું પડે છે !!


!!દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત,

પણ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની મજા ના આવે !!


!!શરીર અને રૂપિયા પર કોઈ દી ઘમંડ કરવો નહીં સાહેબ,

કેમ કે ગરીબી અને બીમારી આવતા વાર નથી લાગતી !!


!!જિંદગી ત્યાં સુધી જ હળવી ફૂલ લાગે છે,

જ્યાં સુધી તમારો ભાર માતા પિતા ઉઠાવે છે !!


!!જિંદગીમાં હંમેશા જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળો હોય તો,

તે છે અનુભવ !!


!!એકલા જ લડવી પડે છે જિંદગીની જંગ,

સલાહ દેવા વાળા ઘણા છે,

પણ સાથ દેવા વાળા કોઈ નથી !!


!!ના કરો ભરોસો જિંદગીમાં કોઈ પર સાહેબ,

અહીંયા લોકો પોતાની ભલાઈ માટે કસમ પણ ખોટી ખાઈ લે છે !!


!!મન મનાવીને જીવવાની આદત ના પાડો,

કેમ કે ખાલી જિંદગી પસાર નથી કરવાની,

જિંદગી જીવવાની પણ છે !!


!!દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત,

પણ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની મજા ના આવે !!


!!શરીર અને રૂપિયા પર કોઈ દી ઘમંડ કરવો નહીં સાહેબ,

કેમ કે ગરીબી અને બીમારી આવતા વાર નથી લાગતી !!


!!જિંદગી ત્યાં સુધી જ હળવી ફૂલ લાગે છે,

જ્યાં સુધી તમારો ભાર માતા પિતા ઉઠાવે છે !!


!!જિંદગીમાં હંમેશા જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળો હોય તો,

તે છે અનુભવ !!


gujarati shayari on life


!!આપણે બસ મોજમાં રહેવાનું,

બળતરા કરવા વાળા ભલે કર્યા કરે !!


!!જિંદગીની કસોટી પણ કેટલી વફાદાર છે,

એનું પેપર સાલું કોઈ દિવસ ફૂટતું નથી !!


!!વીતી ગયેલી જિંદગી ને ક્યારેય યાદ ના કરો,

કિસ્મતમાં જે લખ્યું છે તેની ફરિયાદ ના કરો,

જે થવાનું છે તે તો થય ને જ રહેશે,

કાલની ફિકરમાં તમારી આજ ખરાબ ના કરો !!


!!જીવનમાં ધાર્યું જલ્દી મળતું નથી,

જેને મળે છે એને કદર નથી,

જેને કદર છે એને મળ્યું નથી,

બસ આવી છે જિંદગી !!


!!જિંદગીની સૌથી મોટી બચત એટલે,

લોકોના દિલ માં બનાવેલી જગ્યા !!


!!નગરમાં રસ્તાઓ ભલે ને સુમસામ છે,

ટોળે ન વળો સાહેબ સ્મશાને ટ્રાફિક જામ છે !!


!!જિંદગી હોય કે શતરંજ મજા તો ત્યારે આવે છે,

જ્યારે રાણી મરતા દમ સુધી સાથે હોય !!


!!જિંદગી માં જતું કરો, જાતે કરો અને જોયા કરો,

જિંદગી જીવવા જેવી લાગશે !!


!!જિંદગી એ એક વાત તો શીખવી દીધી કે,

આપણે ક્યારેય કોઈ માટે હંમેશા ખાસ નથી હોતા !!


!!જરૂર પડે ત્યાં પૂર્ણવિરામ,

મુકતા શીખી જવું,

નહિતર જિંદગી અલ્પવિરામ આપતી જ રહેશે !!


gujarati sms for life

gujarati sms for life
gujarati sms for life


!!"રૂપ" "રૂપિયો" ને "રજવાડું" કાલે જતું રહેશે,

"સાહેબ" પણ "ભાવ" થી બાંધેલી "ભાઈબંધી" ભવ-એ-ભવ રહેશે !!


!!તમારા અમુક સંબંધ ભગવાન એટલા માટે બગાડે છે,

કે તેઓ તમારી આખી જિંદગી ના બગાડે !!


!!નાદાન નિખાલસ હતા,

જિંદગીની મજા લેતા,

જ્યારથી સમજુ બની ગયા છીએ,

ત્યારથી જિંદગી જ મજા લઈ રહી છે !!


!!જીવનમાં અભિમાન નહિ પણ મોજ કરો,

કારણ કે ઉપરવાળો ગમે ત્યારે તમારી જિંદગી ની સ્વીચ ઓફ કરી દેશે !!


!!જિંદગી બહું ટૂંકી છે મજા કરતા શીખો,

નસીબ શું ચીજ છે એને બદલતા શીખો !!


!!અમુક વ્યક્તિ ભલે બે જ ડગલાં પૂરતો સાથ આપે,

પણ આખી જિંદગી રસ્તામાં એમની ખોટ વર્તાય છે !!


!!સમજણનો સોય દોરો જો આરપાર થશે,

તો જ ફાટેલ જિંદગી ની સારવાર થશે !!


!!જ્યારે તમારો સમય બદલેને,

ત્યારે તમારે ના બદલાવું,

નહિતર સમય ફરી તમારો સમય બદલશે !!


!!જીવનને બદલવાની જરૂર નથી,

જરૂર છે કેવલ આપણાં જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની !!


gujarati quotes on life text


!!રમત પત્તાની હોય કે જિંદગીની,

એકકો ત્યારે જ કાઢવો,

જયારે સામે બાદશાહ હોય !!


!!ખોઈ દીધા પછી જ ખ્યાલ આવે છે,

કેટલો કિંમતી હતો સમય, શક્તિ અને વ્યક્તિ !!


!!દરેક અનુભવમાં સ્થિરતા તું શીખવી ગઈ,

એ જિંદગી તારાથી વિશેષ મારે કોઈ ગુરુ જ ના જોઈએ !!


!!ચાંદની કિંમત એ લોકો ક્યાંથી જાણે,

જે સૂરજ ડૂબતા જ સૂઈ જાય !!


!!જિંદગી કેટલી છે કોને ખબર,

આ શ્વાસ ક્યારે દગો દઈ જાય કોને ખબર !!


!!રૂપિયાને સલામ છે સાહેબ,

બાકી તમારી માણસાઈ તો મમરા ના ભાવે વેચાય છે !!


!!આજકાલ સાહેબ ટેકો કરવાવાળા ઓછાં ને,

ટકોર કરવાવાળા વધી ગયા છે !!


!!દુનિયામાં સફળ વ્યક્તિ એ જ છે,

જે તૂટેલાને બનાવે રુઠેલા ને મનાવે !!


!!જે મળ્યું છે એમાં મને મોજ જ છે,

બાકી જે નથી મળવાનું તેની ક્યાં ખોજ છે !!


gujarati shayari on life


!!જિંદગી સામે હસતાં શીખો,

રડતાં તો આખા ગામને આવડે છે !!


!!જિંદગીમાં સંબંધો તૂટે તેનો બહુ અફસોસ ન કરવો,

બસ એ સંબંધ તૂટવાનું કારણ આપણે ન હોવા જોઇએ !!


!!કોઈનું કંઈ ખોટું વિચારતા પહેલા તમે વિચારજો,

કારણકે તે તમને વ્યાજ સાથે જ પાછું મળશે !!


!!થોડી અસ્ત વ્યસ્ત છે,

તો પણ જિંદગી તું જબરદસ્ત છે !!


!!જિંદગી ના તો ભવિષ્યમાં છે,

ના તો ભૂતકાળમાં છે,

જિંદગી તો માત્ર એ પળમાં છે અને એ પળનો અનુભવ એટલે જિંદગી !!


!!સવારે શરૂ થઈને રાત્રે પુરી થઈ જાય છે,

ગમે તેટલી જીવી લ્યો આ જિંદગી,

થોડી તો અધૂરી રહી જ જાય છે !!


!!આખી રાત આરામથી ઊંઘવા માટે,

આખો દિવસ ઈમાનદારીથી જીવવું પડે છે !!


!!પ્રેમ, લાગણી અને માંગણી,

આ ત્રણેયનો જે અનુભવ કરાવે એ,

 "જિંદગી"!!


!!ખુશ રહેવું કે દુઃખી એ આપણા પર આધારિત છે,

કેમ કે જીવન જીવવાના રસ્તાઓ,

આપણે જ પસંદ કરવાના છે !!


gujarati sms for life

gujarati shayari on life
gujarati shayari on life


!!જીવી લઈએ એ જ ખરી જિંદગી,

બાકી વિતે એને તો સમય કહેવાય !!


!! છેક દરવાજા સુધી આવીને પૂછી ગઈ કિસ્મત,

જિંદગીથી હારી ગયા કે ફાવી ગઈ આ રમત!!


!!જિંદગીનું ગીત કંઈક એવું ગાવું છે કે,

છેલ્લા શ્વાસે વન્સમોર

લઈને જવું છે !!


!!સમય કહે છે ધીરજ રાખો,

અને એ પોતે જ કેટલો ઉતાવળિયો છે !!


!!પોતાની જિંદગીમાં બધા એટલા મશગુલ થઈ ગયા છીએ કે,

કોને ભૂલી ગયા છીએ એ પણ યાદ નથી !!


!!જીવનમાં સંતોષ પામવા માટે,

એક જ વસ્તુ છોડવાની..

" સરખામણી "!!


!!જીવનમાં નકારાત્મક લોકોથી હંમેશા દૂર રહેવું,

એમની પાસે ઉકેલ સાથે નવી સમસ્યા હોય છે !!


!!અસ્તિત્વની અંત સુધી,

વ્યકિતએ ઝઝૂમતા રહેવું પડે,

એનું નામ જ જિંદગી !!


!!ઉદાસ રહેવાની વધુ પડતી આદત સારી નથી,

સાહેબ હસતા રહો અને હસાવતા રહો,

કેમ કે જિંદગી તમારી છે !!


!!આપણું લાગવું અને આપણું હોવું,

એ સમજવામાં વર્ષો નીકળી જાય છે !!


gujarati quotes on life text

gujarati quotes on life text
gujarati quotes on life text


!!દુનિયા મજબૂતને નમે છે,

અને મજબૂરને નમાવે છે !!


!!દરેક અનુભવમાં સ્થિરતા તું જ શીખવી ગઈ,

એ જિંદગી,

તારાથી વિશેષ મારે કોઈ ગુરુ જ ના જોઈ !!


!!જરૂરિયાત અને જવાબદારી વચ્ચે,

પોતાના સ્વપ્નો માટે જીવાતી મનગમતી ક્ષણો નો સરવાળો એટલે જિંદગી !!


!!કંઈક મેળવી લેવાની બેચેની,

અને કંઈક ગુમાવી દેવાનો ડર,

બસ એ જ તો છે જિંદગી !!


!!જ્યારે જિંદગી પલટી મારે છે ને,

ત્યારે માણસ પલટાય જાય છે !!


!!આજે હ્રદયની ઝેરોક્ષ કઢાવી સાહેબ,

ખાલી બાળપણના ફોટા જ કલરફુલ આવ્યા !!


!!શિક્ષણ પુસ્તકોમાંથી મળે છે સાહેબ,

પરંતુ અનુભવ તો જીવનમાંથી જ મળી શકે છે !!


!!વરસાદ શીખવે છે કે,

જિંદગીની સૌથી અદ્ભુત ક્ષણો પકડી શકાતી નથી,

ફક્ત માણી શકાય છે !!


!!કરી શકતા હોય તો કોઈને ખુશ કરજો,

બાકી દુઃખ તો દરેકની જિંદગીમાં હોય જ છે !!


!!જ્યારે સમય થપ્પડ મારે છે ને,

ત્યારે અવાજ નથી આવતો,

પણ માણસ સમજી જાય છે !!


gujarati shayari on life

gujarati shayari on life
gujarati shayari on life


!!કલમ પણ કમાલ છે,

પોતે ખાલી થઈને બીજાની જિંદગી લખે છે !!


!!હું જિંદગીમાં ક્યારેય હાર્યો જ નથી,

કાં તો જીત્યો છું ને કાં તો શીખ્યો છું !!


!!જીવનમાં ખુશી આવે તો મીઠાઈ સમજીને ચાખી લેજો,

અને દુઃખ આવે તો એને દવા સમજીને પી લેજો !!


!!લોકોનાં મોઢા બંધ કરવા,

એના કરતા તમારા કાન બંધ કરી દો,

જીંદગીમાં આનંદ આવશે !!


!!મીઠું સ્મિત, તીખો ગુસ્સો, ખારા આંસુ, ખોટી મીઠી યાદો, થોડી કડવાશ,

બસ, આ બધા સ્વાદ મળીને બનતી વાનગી એટલે જિંદગી !!


!!જિંદગી છે અને જેવું શીખવે એ શીખી લો,

નહીંતર પછી પૈસા આપીને પણ એ કોઈ નઈ શીખવે !!


!!સંબંધને સમય આપો,

પ્રેમ પણ રહેશે અને સાથ પણ !!


!!જીવનમાં પૈસા પણ જરૂરી છે સાહેબ,

એ ડેટોલની જેમ 99 % પ્રોબ્લમને મારી નાખે છે !!


Tags:-gujarati quotes on life text,gujarati shayari on life,gujarati sms for life


મિત્રો જો gujarati sms for life અને gujarati quotes on life text પસંદ આવ્યા હોય તો આપના સગા સંબંધીઓ સાથે આ gujarati shayari on life ને share કરવાનું ના ભૂલતા.

Share if you liked





Post a Comment

0 Comments