ગુજરાતી ભજન : માનવ નડે છે માનવીને (Gujarati Bhajan : Manav Nade Chhe Manvi Ne)

Shayar
0

 

માનવ નડે છે માનવીને મોટો થયા પછી
ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી
માનવ નડે છે માનવીને…
માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી
બદલી ગયો તું પરણીને યૌવન મળ્યા પછી
માનવ નડે છે માનવીને…
ગાતો હતો તું ગીત કાયમ પ્રભુ તણાં
ભૂલી ગયો એ ભાવના પૈસો થયા પછી
માનવ નડે છે માનવીને…
નમતો હતો તું સર્વને નિર્ધનપણાં મહીં
ઝગડા હવે કરે બધે પ્રભુ કૃપા મળ્યા પછી
માનવ નડે છે માનવીને…
હું પણ પ્રભુ બનીને પૂજાવું છું ઘણે
‘આપ’ કહે છે આપની સિદ્ધિ મળ્યા પછી
માનવ નડે છે માનવીને…

Post a Comment

0Comments

Post a Comment (0)