મહાન વ્યક્તિઓના જીવનઉપયોગી વાક્યો પાર્ટ ૧( Mahan Vyaktiona Jivan Upyogi Vakyo part 1)

Shayar
0

 

નમસ્કાર મિત્રો. વિશ્વના જુદા જુદા ક્ષેત્રો માં થયેલા મહાન તત્વ ચિંતકો અને વિચારકો એ દરેક વિષયો ઉપર પોતાના વિચારો રજુ કરેલા છે જે અમે જુદા જુદા ગ્રંથો માંથી તમારા માટે મહાન વ્યક્તિઓના જીવનઉપયોગી વાક્યો પાર્ટ ૧( Mahan Vyaktiona Jivan Upyogi Vakyo part 1) સંકલિત કરીને લાવ્યા છીએ. 

કેળવણી

 

ડિગ્રીવાળી કેળવણી નહિ કોઠા સૂઝ વાળી સમજદારી વધુ કિંમતી છે.

શિક્ષણનું મુપ્ય સાધન ઉત્તમ શિક્ષક છે.- ગાંધીજી
કેળવણીનું કામ સહજવૃત્તિઓને કેળવવાનું છે, દબાવવાનું નહીં. - બનર્ડિ રસેલ
બાળકોને ઉપદેશ નહિ, ઉદાહરણ જોઈએ - જોસેફ

બુધ્ધિશાળી એટલે એક ટકો પ્રેરણા અને નવ્વાણું ટકા પરસેવો- એડિસન
વિદ્યાનું ફળ ઉત્તમ ચારિત્ર્ય અને સદાચાર છે. - રામાયણ
વિવેક વિનાની વિદ્યા માત્ર શ્રમ છે. - સંત તુલસીદાસ

બાળકોને તમે પ્રેમ આપો પણ તમારા વિચારો નહીં, કારણ કે એમની પાસે એમના પોતાના વિચારો છે. - ખલીલ જિબ્રાન
અભ્યાસમાં લંબાઈ પહોળાઈનું મહત્વ નથી. ઉડાઈનું મહત્વ છે. - વિનોબા ભાવે

થોડું વાંચો, વધુ વિચારો - રવીન્દ્રનાથ ટાગોર
નમ્રતા જ્ઞાનનો માપદંડ છે. - મહાવીર સ્વામી
મારા સંપકકમાં આવનારી દરેક વ્યક્તિ કોઈને કોઈ બાબતમાં મારાથી ચડિયાતી છે અને તેની પાસેથી મારે શીખવાનું છે. - એમર્સન

પ્રસરતા વિદ્યાર્થી જીવનની ગંગોત્રી છે.
સ્વતંત્રતા અને મોક્ષ પ્રાપ્ત ન કરાવે એ શિક્ષણને ધિક્કાર છે. - સ્વામી રામતીર્થ

સચ્ચાઈ શીખવે એ જ કેળવણી સાચી - અજ્ઞાત

ખૂબ જોવું, ખૂબ વેઠવું અને ખૂબ અભ્યાસ કરવો એ ભણતરના ત્રણ સ્તંભો છે. - ડિઝરાયેલી
ભણેલાઓ બીજાના દોષો જુએ છે, જ્યારે કેળવાયેલા પોતાના દોષજુએ છે. - ઓસ્કાર વાઈલ્ડ

ધાર્મિક શિક્ષણ વિદ્યાર્થી જીવનની સુવાસ છે.
સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે. - સ્વામી વિવેકાનંદ
આધ્યાત્મિક શિક્ષણ જેવો બીજો કોઈ મિત્ર નથી. - પૂ. આશારામ બાપુ
સારા પુસ્તકો મન માટે સાબુનું કામ કરે છે. - ગાંધીજી
અપવિત્ર જ્ઞાન અને શક્તિનો અતિરેક માનવને અસુર બનાવી દે છે.

પુરુષાર્થના પુષ્પોને સોળે કળાએ ખીલવા દઈએ તો જ વ્યક્તિત્વ ખીલે, પુરુષાર્થ એટલે ? મહેનત, ધગશ, શીખવાની ઈચ્છા.
જેના વડે ચારિત્ર્યનું ઘડતર થાય, મનની શક્તિ વધે, બુદ્ધિનો વિકાસ થાય અને વ્યક્તિ પોતાના પગ ઉપર ઊભી રહી શકે તેનું નામ કેળવણી - સ્વામી વિવેકાનંદ

જગતમાં સિદ્ધિ હાંસલ કરવી હોય તો એકાગ્રતા કેળવો. જે કામ કરતા હો તેમાં તમારી જાતને ડુબાડતાં શીખો રસ (રુચિ) નું આટલું ઊંડાણ કેળવશો તો લક્ષસિદ્ધિ કરતાં વાર નહીં લાગે - સ્વામી રામતીર્થ
બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે, એનાથી એનું જીવન પાંગરે છે. - રવીન્દ્રનાથ ટાગોર

બાળક એ કાંઈ વાસણ નથી કે જેને ભરી કાઢીએ, એ એક જયોત છે જેને પેટાવવાની છે. - આઈન્સ્ટાઈન
સારાં પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર નથી. - લોંગફેલો

માહિતી મગજમાં ભરવી એનું નામ વિદ્યા નથી, મેળવેલ જ્ઞાનને જીવનમાં ઉતારવાથી સાચી વિદ્યા પ્રાપ્ત થાય છે. - ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ
શિક્ષણ એ. શિક્ષકનો ધર્મ ગણાવો જોઈએ.. - ગાંધીજી
શિક્ષક જો ભ્રષ્ટ હશે, તો જગત આખું ભ્રષ્ટ બનશે. - ફારસી કહેવત

આ પણ વાંચો : મહાન વ્યકતીઓના વિચારો (Mahan Vyaktiona Vicharo) 

કેટલાંક પુસ્તકો ચાખવાનાં હોય છે, કેટલાંક ગળી જવાનાં હોય છે અને કેટલાંકને ચાવીને પચાવવાનાં હોય છે. - ફ્રન્સીસ લેક
મારો જન્મ મારા માતા - પિતાને આભારી છે, પણ મારું જીવન તો મારા શિક્ષકને આભારી છે. - એલેકઝાન્ડર

અજ્ઞાનતાપૂર્વકની બાદશાહી કરતાં જ્ઞાનપૂર્વકની નિર્ધનતા ચઢિયાતી છે .
શિક્ષણ કાંઈ આપણને બધાને નેતા બનાવી શકે નહીં, પરંતુ એટલુ નક્કી કરવામાં આપણને મદદરૂપ બની શકે કે કયા નેતાને અનુસરવું - અજ્ઞાત
વિદ્યા જેવી આંખ નથી, સત્ય જેવું તપ નથી, રાગ જેવું દુઃખ નથી અને ત્યાગ જેવું સુખ નથી. - ચાણક્ય નીતિ
મૂર્ખ એક તરફ જુએ છે, જ્યારે જ્ઞાની ચારેકોર - ગુરૂ રામદાસ
જનનીની ગોદમાં અને ગુરૂની છાયામાં જે જ્ઞાન અને આનંદ મળે છે તે વેદોમાં ગોથા મારવા છતાંય મળતું નથી.
ખરાબ ડાકૂ કરતાં ખરાબ પુસ્તક વધુ ભયંકર છે.
જે માણસને શીખવાની ઈચ્છા હોય તે માણસને દરેક ભૂલ તેને કંઈક શિક્ષણ આપી શકે છે. - ગાંધીજી
ખરાબ સોબતીઓની જેમ જ ખરાબ ચોપડીઓથી આપણે ભ્રષ્ટ થઈએ. છીએ. - ફિલ્ડીંગ
કેળવણી એટલે બાળકમાં રહેલી સારી શક્તિને ઉમરના પ્રમાણમાં પ્રગટ થવા દેવાની અનુકૂળતા આપવી તે - ગાંધીજી

મગજ, હૃદય અને હાથ - પગ આ ત્રણેયને તાલીમ આપવી એનું નામ કેળવણી. - રવિશંકર મહારાજ
કોઈપણ રાષ્ટ્રની સુરક્ષાનું સૌથી શ્રોઠઠ સાધન એ રાષ્ટ્રના યુવક - યુવતીઓને આપવામાં આવતું ચારિત્ર્યનું શિક્ષણ જ છે. -બકે

જગતમાં માત્ર બે તાકાતો છે : તલવાર અને કલમ, તેમાંય તલવાર છેવટે કલમ વડે હંમેશા પરાભૂત થાય છે. - નેપોલિયન બોનાપાર્ટ
લોભને કોઈ ગુરૂ કે મિત્ર હોતા નથી, કામાતુરને ભય કે શરમ હોતા

જેના થડી મુક્તિ મળે તેનું નામ જ્ઞાન નથી, વિધાતુરને સુખ કે ઉંઘ હોતા નથી. - સંસ્કૃત કહેવત
જ્ઞાન એ દોરો પરોવાયેલી સોયના જેવું છે. જેમ દોરો પરોવાયેલી સોય ખોવાતી નથી, તેમ જ્ઞાની સંસારમાં ભૂલો પડતો નથી. - શિક્ષાપત્રી

આ પણ વાંચો : Best Collection of Shayari, Status, Quotes, Suvichar For 2023 

કોઈ ઉત્તમ પુસ્તકના વાંચનથી નૂતન યુગનો આરંભ થતો હોય છે. - હેનરી ડેવીડ થોરે
સારુ સુખ અને આનંદ સારાં પુસ્તકોમાંથી મળે છે. - સ્વામી વિવેકાનંદ
શિક્ષણની ઈમારત એવી ચણજો કે કદાચ સંજોગોવસાત તે ભાંગી પડે તો તેનાં ખંડિયેરો જોઈને જોનાર તેની પ્રશંસા કરે - વિવેકાનંદ
માતાની ગોદ વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટિ છે, જયાં બાળકને જીવનના ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત થાય છે. જે જીવનના અંત સુધી ટકી રહે છે.
અજ્ઞાન જદુઃખનું કારણ છે એ દિવસ જેવું મને સ્પષ્ટ દેખાય છે. -વિવેકાનંદ
માનવીની સંપૂર્ણ વ્યક્તિત્વતાનું પ્રગટીકરણ એટલે શિક્ષણ - વિવેકાનંદ
આળસ, આસક્તિ, ચંચળતા, ઉદંડતા, અભિમાન, લોભ અને નિરર્થક ચર્ચા આ સાત દોષ વિદ્યાર્થી માટે અહિતકર છે.
ભણો અને ભણાવો.અને દીકરીને દહેજમાં શિક્ષણ આપો.
માનવીનું નિર્માણ કરી શકે તે જ સાચુ શિક્ષણ.
માનવીને સાચા માનવ બનાવવાનું કામ શિક્ષણ જ કરી શકે.
વડીલોની સેવાથી અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય છે જે સર્વક્રોષ છે.
વિદ્યાર્થી નું પાઠ્યપુસ્તક શિક્ષક જ હોય એમ મને લાગ્યું છે.
જીવનનું ઘડતર કરે તેનું નામ ભણતર.
પ્રત્યેક ભણનારનું મન સુવિચારો લાવવા માટેની ધરતી છે.
બધી જ કેળવણીઓનો સાર માનવતાના સર્જનમાં સમાઈ જાય છે.
સારો વાલી જ સમાજને ઉત્તમ સભ્યોનું પ્રદાન કરી શકે.
જેની જ્ઞાનેષણાની સરવાણી સુકાઈ ગઈ છે તે શિક્ષક નથી.
કોઈના ઘૂંટાયેલા એકડા ન ઘૂંટો, પરિવર્તનશીલ બનીને આગળ વધો

પુસ્તકો વિનાનું ઘર બારીઓ વિનાના ઓરડા જેવું છે.
ક્રિયા વિનાનું જ્ઞાન નકામુ છે અને જ્ઞાન વિનાની ક્રિયા નકામી છે.

ખરેખર વિદ્યા જ મનુષ્યનું વિશિષ્ટ સૌદર્ય અને ગુપ્ત ધન છે.

છાત્રાલય એ વિદ્યાર્થી જીવન ઘડતરની શાળા છે. ગૃહપતિ એ વિદ્યાર્થીના શિલ્પકાર છે.
વહાલાં બાળકો મીઠા બોલ બોલજો, તમને જરૂર મીઠા પડઘા સંભળાશે.

માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય માતાના ચરણોમાં છે.
મૃત્યુ એટલે ચેતનાનો અંત, શિક્ષણ એટલે માનવીના ચૈતન્યનો આવિષ્કાર.

આત્મરૂપી જહાજનું લંગર કેળવણી અને સઢ ચારિત્ર્ય છે.
સંસારમાં સૌ ઉપલબ્ધિઓમાં શિક્ષણ સૌથી મોટી ઉપલબ્ધિ છે.

વિચાર કરવાની કળા એટલે ખરી કેળવણી.
શિક્ષક પોતે શીખતો ન રહે, તો એ કદી શીખવી ન શકે.

નમ્રતા એ જ્ઞાનનો ખરો પ્રારંભ છે.

હું બધું શીખી ગયો છું એમ કહો એટલે વિકાસ અટકી ગયો.
કેળવણી અને કોમવાદ બંને પરસ્પર વિરોધી વસ્તુ છે.

છાત્રાલય એટલે વિવિધ વ્યક્તિત્ત્વોમાં સુમેળ આપવા મથતું સજીવ યંત્ર.
શિક્ષકનું શિક્ષકત્વ વૃક્ષની જેમ આંતરિક અને બાહ્ય બંને રૂપે વિક્સવું જોઈએ.

શિક્ષક જ્ઞાન દેનારો નથી, પરંતુ બહાર આણનારો છે.

જે સમાજ પોતાના શિક્ષકોનું સન્માન નથી કરતો તે મહાપુરુષો પેદા કરવાની શક્તિ ગુમાવી બેસે છે.
સારો શિક્ષક સારો માણસ હોય તો જ પોતાના શિષ્યોમાં માનવતાનું શિક્ષણ રેડી શકે.

શિક્ષણ એ બાળકો ઉગાડવાની ધીમી છતાં ક્રાંતિકારી પ્રક્રિયા છે.
સ્વાવલંબી શિક્ષણની ક્રાંતિકારી યોજના એટલે નઈ તાલીમ.
શિક્ષક એ પાલક અને બાળકને જોડનારી કડી છે.
હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું છું, જેમાં વિદ્યાર્થી શીખે.
જ્યાં બુદ્ધિનો શબ્દકોષ પૂરો થાય છે, ત્યાં હૃદયની ભાષા શરૂ થાય છે.

શાળા એ તો નિરાંતનું સ્થાન છે, જયાં શિક્ષક અને વિદ્યાર્થી બંને શીખવા ભેગા થાય છે.
પુસ્તક ખિસ્સામાં રાખેલો બગીચો છે.

ભાષા એ આપણા વૈયક્તિત્ત્તવનો પડઘો છે.

કેળવણી લોક કલ્યાણની પ્રક્રિયા છે અને શિક્ષક તેનો કર્તા છે.
શિક્ષક એ સમાજને સમર્પિત સાધુ છે.

અનુબંધ એ. નઈ તાલીમનો આત્મા છે.
બુદ્ધિ અને હૃદયને સતકાર્યમાં જોડવાની આવડત તે કેળવણી.

જે કલા આત્મ દર્શન ન કરાવે તે કલા નથી.
કલા કલાકારના વિકસિત આત્માનું પ્રતિબિબ છે.

જ્ઞાનીનો આચાર અજ્ઞાની માટે પ્રેરણારૂપ છે.
શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમે પલતે હૈ - ચાણક્ય

લોકોની ટેવો, માન્યતાઓ, સંસ્કારો બદલવાનો વિચારપૂર્વક ઘડાયેલો કાર્યક્રમ તે કેળવણી.
શિક્ષા અને શિક્ષણ એક સાથે રહી શકે નહીં, કોઈપણ પ્રકારનો ભય એ વ્યક્તિત્ત્વને રૂંધી નાખે છે .

વિધ્યા એક એવી વીંટી છે જે વિનયના નંગ વડે જ દીપે છે.
યુવાન વયમાં જ્ઞાનનો છોડ નહી વાવો તો ઘડપણમાં એની છાયા મળશે નહીં.

માતા એ બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારની પ્રેરણા છે.
આંધળો અને અભણ સરખા.

શિક્ષણ એટલે જીવનની પરિસ્થિતિઓનો મુકાબલો કરવાની શક્તિ.

તમારા કદીય નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો સૌથી મોખરે છે.
જ્ઞાન વિના સાચી સ્વતંત્રતા મળતી નથી.

શિક્ષણ માત્ર આત્માની ઉન્નતિ માટે હોવું જોઈએ.
સતત શોધ કરવામાં સહાયક થાય તે શિક્ષણ .

વિષય જેવો કોઈ વ્યાધી નથી, મોહ જેવો કોઈ શત્રુ નથી, ક્રોધ જેવો કોઈ અગ્નિ નથી અને જ્ઞાન સમુ કોઈ સુખ નથી.
જીવન ચણતર અને ઘડતરમાં કામ આવે તે જ સાચી વિદ્યા.

બાળક એ છોડ છે, શિક્ષક તેનો માળી છે.

માતા એ બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારની પ્રણેતા છે.
ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

રાષ્ટ્રનો આત્મા શિક્ષક છે.
શિક્ષણ ધન કમાવવાનું સાધન નથી પણ જીવન જીવવાનું સાધન છે.

જ્ઞાનની આગ સંસ્કારના તેજ થી જ દેખી શકાય છે.
ભણતર વગરનું જીવન સુંગંધ વગરના ફુલ જેવું છે.

શિક્ષક, બાળક અને વાલી એ ત્રણ શાળાના આધાર સ્તંભ છે.
અહંકાર જેટલો ગાઢ, અજ્ઞાન તેટલું વધારે.

અજ્ઞાન અને પાપ એક જ વસ્તુ છે.
દુઃખનું મુખ્ય કારણ અનુયાયીનું અજ્ઞાન છે.- સોક્રેટીસ
સફળતાનું પ્રથમ રહસ્ય છે આત્મવિશ્વાસ. - ઈમર્સન
મહાન આદર્શો મહાન વિભૂતિઓનું નિર્માણ કરે છે. - એમર્સન
એકાગ્રતામાં સમાયુ છે સમગ્ર શક્તિઓનું રહસ્ય. - કાર્લાઈલ
ગુરૂની કઠોરતા એ જ તેની કરૂણા છે. - બાબા મુક્તાનંદ
ચારિત્ર્યના ઘડતર માટે તમારી જાતને હથોડીથી ટીપવી પડશે. - ક્રોઈડ

સ્વાશ્રય અને સંયમ એ ચારિત્રનાં ફેફસાં છે. - તિલક
શિક્ષણ માણસને સાચો માનવ બનાવે છે.

જે શિક્ષણમાં સમાજ અને રાષ્ટ્રના કલ્યાણની ચિંતાનું તપ નથી તે ક્યારેય સાચુ નથી.
જ્ઞાનની લાખો ગાંસડી કરતાં ચારિત્રની એક ચપટી ચડીયાતી છે.

જ્ઞાન ફક્ત સચ્ચાઈમાં જ જોવા મળે છે.
અનુભવ જ સાચો માર્ગદર્શક અને ગુરૂ છે.

જ્ઞાની મિત્રની પ્રાપ્તિ એ જ જીવનનું શ્રેઠ વરદાન છે.
ખરો વિદ્યાભ્યાસ એ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને,ઈશ્વરને અને સત્યને ઓળખીએ.

આત્મારૂપી જહાજનું લંગર કેળવણી છે અને સઢ ચારિત્ર્ય છે.

બાળક એક જ્યોત છે, શિક્ષકે તેને પ્રગટાવવાની જરૂર છે.
શિક્ષક એ એક એવો દીવો છે જે પોતે સળગીને બીજાને રોશની આપે છે.

વધારે ગુજરાતી સાહિત્ય વાંચવા માટે તમે નિયમિત અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો. અમેં સતત તમારા માટે ગુજરાતી સાહિત્યની વિવિધ રચનાઓ લઈને આવતા રહીશું. મિત્રો અને ફેમીલી સાથે શેર અવશ્ય કરશો.

મુલાકાત બદલ ખુબ - ખુબ આભાર 

Post a Comment

0Comments

Post a Comment (0)